તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th April 2026
ગુજરાત આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી સતીષ ગમારાએ આપ્યું 'આપ'ના તમામ હોદ્દા પરથી રાજીનામું
મહાનગરપાલીકા અને જિલ્લા પંચાયત ની ચૂંટણીના માહોલમાં આપ પાર્ટીના તમામ હોદ્દો પરથી રાજીનામું આપતા રાજકારણ ગરમાયુ

સુરેન્દ્રનગરમાં આમ આદમી પાર્ટી (AAP) ના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી અને માલધારી નેતા સતીષ ગમારાએ પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું છે. પક્ષમાં અવગણનાનો આરોપ લગાવી તેમણે રાજીનામું આપ્યું છે, જેના પગલે આગામી સમયમાં તેમના ભાજપમાં જોડાવાની શક્યતા સેવાઈ રહી છે.
સતીષ ગમારા આમ આદમી પાર્ટીના એક પાયાના કાર્યકર્તા અને જવાબદાર હોદ્દેદાર તરીકે જાણીતા હતા. તેઓ ઘણા લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા હતા અને ગુજરાત રાજ્યના જોઇન્ટ સેક્રેટરી જેવી મહત્વની જવાબદારી નિભાવી રહ્યા હતા. તેમના રાજીનામાથી જિલ્લામાં પાર્ટીના સંગઠનને મોટું નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.
હાલમાં મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આવા મહત્વના સમયે સતીષ ગમારા દ્વારા રાજીનામું આપવાની ઘટનાએ સુરેન્દ્રનગરના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. ચૂંટણીના ગણતરીના દિવસો પહેલા જ પાર્ટીના વરિષ્ઠ હોદ્દેદારના રાજીનામાને કારણે અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે.
(7:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
