તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 2nd November 2026
પરીક્ષા પદ્ધતિ અને નિયમોમાં ફેરફાર કરવા જીટીયુનો નિર્ણય
નવી શિક્ષણ નીતિને અનુરૂપ આગામી વર્ષે : જીટીયુની બોર્ડ બેઠકમાં ૨૦૨૭ માટે નવા ફેરફારો કરવા ઠરાવઃ જીટીયુમાં પણ IAS ટ્રેનિંગ શરૂ થશે

અમદાવાદ,તા.૦૨: જીટીયુની બોર્ડ ઓફ ગવર્નિગની બેઠક મળી હતી.જેમાં આગામી વર્ષે નવી શિક્ષણ નીતિને અનુરૂપ પરીક્ષા પદ્ધતિ-નિયમોમાં ફેરફાર એટલે કે એકઝામ રિફોર્મ કરવા માટેનો નિર્ણય લેવાયો હતો.આ ઉપરાંત યુનિ.સંલગ્ન મહેસાણાની જીપેરી કોલેજમાં સીએસઆર હેઠળ એડવાન્સ લેબોરેટરી શરૂ કરવાનો પણ ઠરાવ થયો હતો અને જીટીયુમાં પણ હવે આઈએએસ ટ્રેનિગ સેન્ટર શરૂ કરવા માટે મંજૂરી અપાઈ હતી.
નવી શિક્ષણ નીતિ ૨૦૨૩માં ઉચ્ચ શિક્ષણમાંવોકેશનલ કોર્સીસ સાથે ટેકનિકલ કોર્સીસમાં પણ લાગુ થઈ છે ત્યારે નવી શિક્ષણ નીતિની કેટલીક જોગવાઈઓને અનુરૂપ વિદ્યારથીઓને શૈક્ષણિક લાભ માટે જીટીયુની પરીક્ષા પદ્ધતિ-પેટર્ન અને નિયમોમાં ફેરફાર કરવા પડે તેમ છે.જેને લઈને યુનિ.ની બોર્ડ મીટિગમાં ચર્ચા કરવામા આવી હતી અને બોર્ડ દ્વારા આ એક્ઝામ રિફોર્મ માટે અને રીસર્ચ- ઈનોવેશન માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવા સૂચના અપાઈહતી.જેના આધારે આઘામી બોર્ડમીટિગમાં નિર્ણય લેવાશે.
જીટીયુ સંલગ્ન મહેસાણાની જીપેરી કોલેજ છેલ્લા ઘણા વર્ષોથી યુનિ.હસ્તક છે આ કોલેજમાં સરકારે આચાર્યની જગ્ય મંજૂર કર્યા આચાર્યને ફાઈનાન્સિયલ પાવર આપવા માટે પણ યુનિ.એ લેવાતી. રેગ્યુલેશન્સમાં ફેરફાર કરવાના હોવાથી આ માટેની મંજૂરી પણ બોર્ડ મિટિંગમાં લેવાઈ હતી. વધુમાં જીપેરીમાં સીએસઆર ુહેઠળ કંપની દ્વારા એડવાન્સ લેબ શરૂ કરવા માટે આવેલી દરખાસ્તને પણ મંજૂર રાખવામાં આવી હતી. મહત્વનું છે કે સરકારે રાજ્યમાં ૧૦ આઈએએસ ટ્રેનિગ વિવિધ સરકારી કોલેજોમાં શરૂ કર્યા છે આ છે. આમ હવે જીટીયુમાં પણ આઈએએસટ્રેનિગ શરૂ કરાશે
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
