<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

GSOS-ધોરણ૧૦ ની NOV-DEC-2026 ની જાહેર પરીક્ષાના શાળા કક્ષાના તથા વોકેશનલ વિષયના ગુણ ઓનલાઇના ભરવા બાબત સૂચના જારી

ઓનલાઇન તા.૨૬/૧૧/૨૦૨૬ થી તા.૦૫/૧૨/૨૦૨૬ સુધીમાં ભરવાના રહેશે: પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

ગાંધીનગર :ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ખાતે નોંધાયેલ રાજયની તમામ માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓને જણાવવામાં આવે છે કે, ધોરણ-૧૦ GSOSના પરીક્ષાર્થીઓના શાળા કક્ષાના તથા વોકેશનલ વિષયની પરીક્ષાના ગુણ બોર્ડની વેબસાઇટ gseb.org અને sscmarks.gseb.org પરથી શાળા દ્વારા ઓનલાઇન તા.૨૬/૧૧/૨૦૨૬ થી તા.૦૫/૧૨/૨૦૨૬ સુધીમાં ભરવાના રહેશે. જેની તમામ સંબંધિતોને નોંધ લેવા અને સમય મર્યાદામાં ઓનલાઇન ગુણ ભરવા જણાવવામાં આવે છે. પરીક્ષાર્થીના વિષયો બાબતે કે અન્ય કોઇ વિસંગતતા જણાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીની માધ્યમિક શાખાનો જરૂરી આધારો સાથે સંપર્ક કરવાનો રહેશે.

નોંધ:-૧) પરીક્ષાર્થીઓના ગુણ પરીક્ષાર્થીઓના નામ અને એપ્લીકેશન નંબરના આધારે ભરવાના રહેશે. ઓનલાઇન ગુણ ભરવા માટે આપની શાળાના ઇન્ડેક્ષ નંબર અને નોંધાયેલ મોબાઇલ નંબરનો ઉપયોગ કરી લોગીન કરી શકાશે.
૨) જે શાળાઓમાં GSOS પરીક્ષાર્થીઓએ વોકેશનલ વિષય પસંદ કરેલા છે. તેવી શાળાઓએ સેકટર સ્કીલ કાઉન્સીલ (SSC) દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક મૂલ્યાંકનના 50 ગુણ માંથી ઉમેદવારે મેળવેલ ગુણ પણ સેકટર સ્કીલ કાઉન્સીલ (SSC)ના પ્રતિનિધિશ્રી પાસેથી મેળવી શાળા દ્વારા જ ઓનલાઇન ભરવાના રહેશે.

(9:00 PM IST)