News of Friday, 13th November 2026
ભૂગર્ભ જળ રિચાર્જ, વરસાદી પાણીના સંગ્રહ અને જળ સંરક્ષણ પર વધુ ધ્યાન જરૂરીઃ સી.આર. પાટીલ
તમિલનાડુમાં જલ જીવન મિશન વિષયક પરિષદમાં કેન્દ્રીય મંત્રીનું ઉદ્બોધન

રાજકોટ, તા. ૧૩: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલે તમિલનાડુ સરકારના સહયોગથી જળ શક્તિ મંત્રાલયના પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) દ્વારા આયોજિત જળ જીવન મિશન (JJM) ૨.૦ પર પ્રથમ પ્રાદેશિક પરિષદને સંબોધિત કરી હતી. બે દિવસીય પરિષદમાં પ્રગતિની સમીક્ષા કરવા, પડકારોને ઉકેલવા અને ટકાઉ ગ્રામીણ પીવાના પાણીની સેવાઓના અમલીકરણને મજબૂત કરવા માટે સાત દક્ષિણી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો એટલે કે તમિલનાડુ, કર્ણાટક, કેરળમ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, પુડુચેરી અને લક્ષદ્વીપના વરિષ્ઠ અધિકારીઓ અને પ્રતિનિધિઓ એકત્ર થયા છે.
કેન્દ્રીય જળ શક્તિ મંત્રીએ દરેક ગ્રામીણ ઘર સુધી નળ દ્વારા પાણીની પહોંચ સુનિヘતિ કરવાના ઉદ્દેશ્ય સાથે ૨૦૧૯ માં જળ જીવન મિશનના પ્રારંભ પાછળના પ્રધાનમંત્રીના પરિવર્તનકારી વિઝનને યાદ કર્યું હતું. તેમણે મિશન હેઠળ હાંસલ કરાયેલી નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડયો હતો, જેમાં ઘરગથ્થુ નળ જોડાણો આશરે ૧૬ કરોડ ગ્રામીણ પરિવારો સુધી પહોંચ્યા છે, જેનાથી ગ્રામીણ સમુદાયો, ખાસ કરીને મહિલાઓના જીવનમાં નોંધપાત્ર સુધારો થયો છે.
મંત્રી શ્રી સી.આર. પાટીલએ ભારપૂર્વક જણાવ્યું હતું કે JJM ૨.૦ એ માળખાકીય નિર્માણથી ખાતરીપૂર્વકની અને ટકાઉ પીવાના પાણીની સેવા વિતરણ તરફના સંક્રમણનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે રાજ્યોને નિર્ધારિત માળખાકીય સુધારાઓને કાર્યાન્વિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો, ખાસ કરીને ગ્રામીણ પાણી પુરવઠા ણાલીઓના સંચાલન અને જાળવણી (O&M), સંસ્થાકીય જવાબદારી અને લાંબા ગાળાની કાર્યક્ષમતા સંબંધિત સુધારાઓ પર. તેમણે નિર્ધારિત સુધારાની શરતોની પૂર્તિને આધીન, પાત્ર કાર્યો માટે નાણાકીય સહાય પૂરી પાડવાની ભારત સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો, અને રાજ્યોને અમલીકરણને વેગ આપવા તથા ઉપલબ્ધ સંસાધનોનો અસરકારક ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો.
જળ સુરક્ષાના મહત્વ પર ભાર મૂકતા, કેન્દ્રીય મંત્રીએ ભૂગર્ભજળ રિચાર્જ, વરસાદી પાણીના સંગ્રહ અને સમુદાય-સંચાલિત જળ સંરક્ષણ પર વધુ ધ્યાન આપવા હાકલ કરી હતી. જળ સંચય જન ભાગીદારીનો ઉલ્લેખ કરતા, તેમણે વિકેન્દ્રિત જળ સંરક્ષણ માળખાઓની સંભાવના પર પ્રકાશ પાડયો હતો અને રાજ્યોને વિભાગો વચ્ચે સંકલન મજબૂત કરવા તથાસ્ત્રોત ટકાઉપણાના પગલાંમાં સમુદાયોને સક્રિયપણે સામેલ કરવા વિનંતી કરી હતી. તેમણે સહભાગી રાજ્યોને સફળ પદ્ધતિઓનું આદાનપ્રદાન કરવા અને અમલીકરણના પડકારોને પહોંચી વળવા માટે વ્યવહારુ ઉકેલો અપનાવવા પણ પ્રોત્સાહિત કર્યા હતા.
DDWS ના સચિવ શ્રી અશોક કે. કે. મીણાએ પ્રાસંગીક પ્રવચન કર્યુ હતું.
NJJM ના અધિક સચિવ અને મિશન ડિરેક્ટર શ્રી કમલ કિશોર સોને વિવિધ પ્રેઝન્ટેશન્સ દરમિયાન તેમના વાર્તાલાપમાં સુધારાઓને અસરકારક ક્ષેત્રીય અમલીકરણમાં રૂપાંતરિત કરવાની અને ગ્રામીણ વિકાસ, પંચાયતી રાજ અને ગ્રામીણ પાણી પુરવઠા વિભાગો વચ્ચે આંતર-વિભાગીય સંકલન મજબૂત કરવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો.
મંત્રી સ્તરીય સત્ર દરમિયાન, DDWSના સંયુક્ત સચિવ શ્રી ડી. સેન્થિલ પાંડિયને કેન્દ્રીય મંત્રીને પ્રાદેશિક પરિષદના ઉદ્દેશ્યો અને મુખ્ય વિચાર-વિમર્શ વિશે માહિતગાર કર્યા હતા.
પરિષદની શરૂઆત તમિલનાડુના JJM મિશન ડિરેક્ટર શ્રી દિનેશ પોનરાજ ઓલિવરના સ્વાગત પ્રવચન સાથે થઈ હતી. તમિલનાડુ સરકારના વરિષ્ઠ અધિકારીઓ અને સહભાગી રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓ પણ વિચાર-વિમર્શમાં ઉપસ્થિત રહ્યા હતા.
DDWS ના ડિરેક્ટર શ્રી હરિ નારાયણ મુરુગુને JJM ૨.૦ હેઠળના વિઝન અને મુખ્ય માળખાકીય સુધારાઓ રજૂ કર્યા હતા.
કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતા, RDSDE ના પ્રાદેશિક ડિરેક્ટર ડો. એમ. જયપ્રકાશને અને DDWS ના ડિરેક્ટર શ્રી વાય. કે. સિંહે પ્રાસંગિક ઉદ્બોધન કર્યુ હતું.
ગ્રામીણ વિકાસ મંત્રાલયનું પ્રતિનિધિત્વ કરતા, VB-G RAM G ના સહાયક કમિશનર સુશ્રી દીક્ષા સુપ્યાલ બિષ્ટ અને MoRD ના પ્રોજેક્ટ ઓફિસર શ્રી ગૌરી શંકરે જળ સંરક્ષણ, ભૂગર્ભજળ રિચાર્જ,સ્ત્રોત ટકાઉપણું અને જાળવણી સંબંધિત પાત્ર હસ્તક્ષેપો માટે VB-G RAM G હેઠળ સંકલનની તકો રજૂ કરી હતી.
પંચાયતી રાજ મંત્રાલયના ડિરેક્ટર શ્રી વિપુલ ઉજ્જવલે ગ્રામીણ પીવાના પાણીની સેવાઓને ટકાવી રાખવામાં ગ્રામ પંચાયતોની કેન્દ્રીય ભૂમિકા પર પ્રકાશ પાડયો હતો.
નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઓશન ટેકનોલોજીના પ્રોજેક્ટ ડિરેક્ટર ફણી કુમારે તેની સ્વદેશી લો ટેમ્પરેચર થર્મલ ડિસેલિનેશન (LTTD) ટેકનોલોજી પર પ્રકાશ પાડયો હતો.
આ પરિષદ કેન્દ્ર-રાજ્ય સંકલનને મજબૂત કરવા, આંતર-વિભાગીય સંકલનને પ્રોત્સાહન આપવા અને દરેક ગ્રામીણ પરિવાર માટે ટકાઉ પીવાના પાણીની સેવાઓ તરફ JJM ૨.૦ સુધારાઓના અમલીકરણને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
