<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 16th August 2026

ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના નવીનીકરણ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી

માત્ર 4 દિવસ પહેલા જ ધ્રાંગધ્રાના નિર્માણધીન રેલવે સ્ટેશનની દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા રેલવે સ્ટેશનના નવીનીકરણ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની ગંભીર લાપરવાહી સામે આવી છે. ટ્રકમાંથી મોટા હેવી પથ્થરો ખાલી કરવામાં આવી રહ્યા હતા ત્યારે જ બાજુમાં નાના બાળકો રમતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. નોંધનીય છે કે માત્ર 4 દિવસ પહેલા જ ધ્રાંગધ્રાના નિર્માણધીન રેલવે સ્ટેશનની દીવાલ ધરાશાયી થતાં 2 મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેને કોન્ટ્રાક્ટર દ્વારા દબાવી દેવાનો પ્રયાસ કરાયો હતો. આ ઘટના બાદ પણ સુરક્ષાના કોઈ પગલાં ન લેવાતાં કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી છતી થઈ છે.

(7:05 PM IST)