તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૦ મંગળવાર
News of Tuesday, 20th October 2026
ગ્રીનઝો એનર્જી એ ગ્રીન હાઈડ્રોજન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે રૂા.૨૫૧ કરોડનું ફંડ એકત્ર કર્યું

(કેતન ખત્રી) અમદાવાદઃ ભારતની અગ્રણી ક્લીન-એનર્જી ટેકનોલોજી અને ઉત્પાદક કંપની ‘ગ્રીનઝો એનર્જી ઈન્ડિયા લિમિટેડ' એ ત્રણ રોકાણ રાઉન્ડમાં કુલ રૂા.૨૫૧ કરોડ (઼૨૬.૪ મિલિયન)નું ફંડ એકત્ર કર્યું છે. નેતળત્વ અને રોકાણકારોના મંતવ્યોસંદીપ અગ્રવાલ (સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર, ગ્રીનઝો એનર્જી) વિવિધ રાઉન્ડમાં એકત્ર કરાયેલું રૂા.૨૫૧ કરોડનું આ કયુમ્યુલેટિવ ફંડ, ગ્રીનઝોની ટેકનોલોજી અને કાર્યક્ષમતામાં રોકાણકારોના મજબૂત વિશ્વાસને દર્શાવે છે.
ભારત સરકારની ગ્રીન હાઇડ્રોજન માટેની નીતિઓ દેશમાં આ ઉદ્યોગ માટે મજબૂત પાયો નાખી રહી છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત કરવાનો અને વૈશ્વિક બજારો માટે સંકલિત ઉકેલો પૂરા પાડવાનો છે.'' આશિષ કચોલિયા (અગ્રણી રોકાણકાર):ૅગ્રીનઝો એનર્જીમાં અમારું આ રોકાણ ભારતના ઝડપથી વધી રહેલા ક્લીન એનર્જી ક્ષેત્રની ક્ષમતા પરના અમારા વિશ્વાસને દર્શાવે છે. ગ્રીન હાઇડ્રોજન એ વૈશ્વિક ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશનનો મુખ્ય આધાર બનવા જઈ રહ્યું છે. ગ્રીનઝો એનર્જી એ તેમની ટેકનિકલ કુશળતા અને ક્લીન-ટેક મેન્યુફેક્ચરિંગનું સ્થાનિકીકરણ કરવાની ક્ષમતા સાબિત કરી છે. તેમ અખબારી પાદીમાં જણાવાયું છે
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
