તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 24th May 2026
GRD જવાન નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ બન્યા : ઉપ.પ્રમુખ તરીકે સુલોચના બારોટ બન્યા
નાંદોદ તાલુકા પંચાયત માં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા

( ભરત શાહ દ્વારા )નર્મદા: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના પરિણામ બાદ નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી કરવામાં આવી.જેમાં 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકા માં ભાજપ એ પોતાના પ્રમુખ ઉપપ્રમુખની જીત થઈ હોય તમામ તાલુકા પંચાયતો પ્રમુખ ઉપ પ્રમુખ નક્કી થઈ ગયા છે. જેમાં નાંદોદ તાલુકા પંચાયત માં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલોચનાબેન બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નાંદોદ તાલુકા પ્રમુખ પદે ભાજપે સામાન્ય ગરીબ યુવાનને બેસાડ્યા, ગોવિંદ વસાવા GRD માં કામ કરતો અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવી ગુજરાન ચલાવે છે.એક GRD જવાન નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ બનતા ખૂબ આનંદ અનુભવી રહ્યા હતા.
નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે જેમાં 13 બેઠક ભાજપ પાસે છે 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે. આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માં ભાજપ ના જ જુનારાજ બેઠક ના સભ્ય હરેશ જેન્તીભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા. ત્યારે કોંગ્રેસ ના સભ્ય એ ભાજપ ને સપોર્ટ કરતા ભાજપને 13 વોટ મળ્યા હતા. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા જોકે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ પણ કોંગ્રેસના સભ્ય એ પણ ભાજપને સપોર્ટ કર્યો હતો.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
