<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

રાજ્યવ્યાપી પલ્સ પોલિયો અભિયાનનો ગાંધીનગરથી ભવ્ય પ્રારંભ : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભૂલકાઓને રસીના ટીપાં પીવડાવી ઝુંબેશ ખુલ્લી મૂકી

બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત ૦ થી ૫ વર્ષના ૮૩.૪૯ લાખ બાળકોને રક્ષણાત્મક કવચ અપાશે : ૨૯ અને ૩૦ જૂન દરમિયાન ૬૫,૯૯૪ આરોગ્ય ટીમો હાઉસ ટુ હાઉસ ફરીને કામગીરી પૂર્ણ કરશે

ગાંધીનગર:બાળલકવા નાબૂદીના ઉમદા હેતુ સાથે સમગ્ર ગુજરાતમાં "પલ્સ પોલિયો અભિયાન" નો રવિવારથી સત્તાવાર પ્રારંભ થઈ ચૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે નાનાં ભૂલકાઓને પોલિયો વિરોધી રસીના ટીપાં પીવડાવીને આ રાજ્યવ્યાપી ઝુંબેશની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ૨૮ જૂન ૨૦૨૬ ના રવિવારના દિવસને 'પોલિયો રવિવાર' તરીકે મનાવીને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક જ દિવસમાં લાખો બાળકો સુધી પહોંચવા માટે સઘન આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

૦ થી ૫ વર્ષના ૮૩ લાખથી વધુ બાળકોને આવરી લેવાનો વિશાળ લક્ષ્યાંક:
આ મહાઅભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યના ૦ થી ૫ વર્ષની વય જૂથના અંદાજે ૮૩ લાખ ૪૯ હજારથી વધુ બાળકોને પોલિયો મુક્ત કરવા માટે આવરી લેવામાં આવશે. આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે સમગ્ર રાજ્યભરમાં કુલ ૩૨,૯૯૭ જેટલા સુસજ્જ પોલિયો બુથ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં વાલીઓ પોતાના બાળકોને રસી અપાવી શકશે.

**હજારો સુપરવાઇઝર્સના માર્ગદર્શનમાં વિશાળ આરોગ્ય સૈન્ય મેદાનમાં:**
આરોગ્ય વિભાગ દ્વારા કરાયેલી વ્યવસ્થા મુજબ, રાજ્યના ખૂણે-ખૂણા સુધી પહોંચવા માટે ૬,૫૯૯ જેટલા કુશળ સુપરવાઇઝર્સના સીધા માર્ગદર્શન હેઠળ કુલ ૬code૫,૯૯૪ આરોગ્ય ટીમોની રચના કરવામાં આવી છે. જેઓ રસીકરણની કામગીરી પર સતત દેખરેખ રાખશે. રવિવારે બુથ પર રસીકરણની કામગીરી પૂર્ણ થયા બાદ, જે બાળકો વંચિત રહી ગયા છે તેમના માટે આગામી ૨૯ અને ૩૦ જૂનના દિવસો દરમિયાન આરોગ્ય કર્મીઓ દ્વારા 'હાઉસ ટુ હાઉસ' (ઘરે-ઘરે) મુલાકાત લેવામાં આવશે. આ બે દિવસોમાં આરોગ્ય કર્મચારીઓ પ્રત્યેક સોસાયટી અને મકાનો ફરીને ૦ થી ૫ વર્ષના બાકી રહી ગયેલા તમામ ભૂલકાઓને પોલિયોના ટીપાં પીવડાવશે.

રાજકીય અગ્રણીઓ અને વરિષ્ઠ અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ:
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બાળકોને પોલિયો રસીના ટીપાં પીવડાવી આ અભિયાનનો પ્રતિકાત્મક પ્રારંભ કરાવ્યો ત્યારે રાજ્યના વહીવટી અને રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષભાઈ દવે, આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ રાજીવ ટોપનો, આરોગ્ય કમિશનર ડો. રતનકવર ગઢવી સહિત ભૂલકાઓના માતા-પિતા તેમજ મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.

(11:31 AM IST)