<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ગાંધીનગર ખાતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા : એક્ઝિબિશન દ્વારા ઉદ્યોગકારોને નવા બજારો તથા વેપારની નવી તકો પ્રાપ્ત થશે

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના '5F' (Farm to Fibre, Fibre to Factory, Factory to Fashion, Fashion to Foreign) વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છે : જગદીશભાઈ વિશ્વકર્મા : ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ કરતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ

અમદાવાદ તા.૨૯ : ગુજરાત પ્રદેશ ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદી જણાવે છે કે, આજે ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ હેલિપેડ ગ્રાઉન્ડ, ગાંધીનગર ખાતે મસ્કતી કાપડ માર્કેટ મહાજન દ્વારા આયોજિત ભવ્ય FABEXA-11 એક્ઝિબિશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના '5F' (Farm to Fibre, Fibre to Factory, Factory to Fashion, Fashion to Foreign) વિઝનને સાકાર કરવામાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ અગ્રેસર રહ્યો છે અને આ આયોજન થકી તેને વધુ વેગ મળશે. આ એક્ઝિબિશન દ્વારા ઉદ્યોગકારોને નવા બજારો તથા વેપારની નવી તકો પ્રાપ્ત થશે.

 

આ અવસરે  જગદીશભાઈ વિશ્વકર્માએ ટેક્સટાઇલ ક્ષેત્રના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગસાહસિકો અને વેપારીઓ સાથે સંવાદ કર્યો હતો અને આ ભવ્ય આયોજન બદલ મસ્કતી કાપડ માર્કેટ મહાજન અને તમામ સભ્યોને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ કાર્યક્રમમાં ગાંધીનગર મહાનગરના મેયર મીરાબેન પટેલ, શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. આશિષકુમાર દવે સહિત અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.તેમ પ્રશાંત વાળા પ્રદેશ મીડિયા ઇન્ચાર્જભાજપા ગુજરાતની યાદીમાં જણાવાયું છે.

(2:15 PM IST)