તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ધોળકાના કેલિયા વાસણા ગામે પરંપરાગત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મામેરું
મામેરાના યજમાન બનવાનું સદ્ભાગ્ય ઠાકોર સમાજને સાંપડ્યું: સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્ત્રો સાથે ભગવાનનું મામેરું સજાવ્યું :ઠાકોર સમાજની વાડીથી રણછોડરાય મંદિર સુધી ડીજેના તાલ અને જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા

ધોળકાના કેલિયા વાસણા ગામે પરંપરાગત ભક્તિભાવ અને હર્ષોલ્લાસ સાથે ભગવાન રણછોડરાયજીનું ભવ્ય મામેરું ભરવામાં આવ્યું હતું. આ વર્ષે મામેરાના યજમાન બનવાનું સદ્ભાગ્ય ઠાકોર સમાજને સાંપડ્યું હતું, જેમણે સોના-ચાંદીના દાગીના અને કિંમતી વસ્ત્રો સાથે ભગવાનનું મામેરું સજાવ્યું હતું.
આ પ્રસંગે ઠાકોર સમાજની વાડીથી રણછોડરાય મંદિર સુધી ડીજેના તાલ અને જયઘોષ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતો અને સામાજિક આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને મામેરું અર્પણ કરી મહાપ્રસાદ યોજાયો હતો, જ્યારે આગામી ૧૬ તારીખે અષાઢી બીજના પવિત્ર દિવસે ગામમાં ભવ્ય રથયાત્રાનું પણ આયોજન કરાયું છે.
(10:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
