તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Friday, 4th September 2026
દાહોદ સબજેલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી :આંખે પાટા બાંધી કેદીઓએ ફોડી મટકી
જેલના બંધિયાર વાતાવરણ વચ્ચે પણ કાનુડાના પ્રાગટ્ય પર્વની ઉજવણીથી કેદીઓમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો

દાહોદ સબજેલ ખાતે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ખૂબ જ ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પાવન અવસરે જેલ પરિસરમાં ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરાયું હતું, જેમાં જેલ સ્ટાફ તેમજ કેદીઓએ સહભાગી થઈ ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. પૂજા-અર્ચના બાદ કેદીઓ માટે પરંપરાગત મટકીફોડ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા માટે કેદીઓના અલગ-અલગ ગ્રુપ બનાવવામાં આવ્યા હતા. કેદીઓની આંખે પાટા બાંધી વારાફરથી મટકી ફોડવા માટે મોકલવામાં આવ્યા હતા. આ અનોખી સ્પર્ધામાં તમામ કેદીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને મટકી ફોડવાના રોમાંચક પ્રયાસો કર્યા હતા. જેલના બંધિયાર વાતાવરણ વચ્ચે પણ કાનુડાના પ્રાગટ્ય પર્વની ઉજવણીથી કેદીઓમાં આનંદ અને ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો હતો.
(4:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
