તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
વડોદરાના ગોત્રી ઈસ્કોન મંદિરમાં જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી :વિવિધ પ્રકારના આકર્ષક શણગાર અને વિશેષ પૂજા-અર્ચના
વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર "હરે કૃષ્ણ" મહામંત્ર અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું

સંસ્કારી નગરી વડોદરાના ગોત્રી સ્થિત ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. આ પાવન અવસરે ભગવાન શ્રીકૃષ્ણને અલૌકિક અને વિવિધ પ્રકારના આકર્ષક શણગારથી સજાવવામાં આવ્યા છે. વહેલી સવારથી જ સમગ્ર મંદિર પરિસર "હરે કૃષ્ણ" મહામંત્ર અને ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે. જન્માષ્ટમી પર્વે દર્શનનો લાભ લેવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરે પહોંચી રહ્યા છે. ભક્તો માટે વિશેષ દર્શન વ્યવસ્થા, મહાઆરતી, હરિનામ સંકીર્તન અને વિશેષ પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંપરા અનુસાર, મધરાતે 12 કલાકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે, જેમાં મહાઅભિષેક અને વિશેષ ભોગ અર્પણ કરાશે. ભક્તો આ પાવન ક્ષણના સાક્ષી બનવા ભારે ઉત્સાહ દર્શાવી રહ્યા છે.
(4:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
