<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 9th September 2026

છોટાઉદેપુરના ચીલરવાંટનો ગ્રામસેવક 7 હજારની લાંચ લેતા ઝડપાયો: વનબંધુ યોજનાની સબસિડી માટે લાંચ માંગી હતી

ચીલરવાંટના ગ્રામસેવક માધવભાઈ ધાંધલિયાને ટ્રેક્ટર યોજનાની 1 લાખની સબસિડીના ચેક માટે 7000 ની લાંચ લેતા ACB એ બરોજથી રંગેહાથ ઝડપી લીધો .

છોટાઉદેપુરમાં વનબંધુ ટ્રેક્ટર યોજના હેઠળ મંજૂર થયેલી સબસિડીનો ચેક આપવા માટે ₹7,000ની લાંચ લેતા ગ્રામ સેવક માધવ ધાંધલીયા રંગેહાથ ઝડપાયો હતો. એક આદિવાસી અરજદારની ફરિયાદને આધારે, ACBએ બરોજ ગામના નિશાળ ફળિયામાં છટકું ગોઠવી તેને પકડી પાડ્યો હતો. ACB દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

નબંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત પાસ થયેલી સબસિડિની રકમનો ચેક આપવા માટે રૃા.૭ હજારની લાંચ લેતા છોટાઉદેપુર જિલ્લાનો ગ્રામ સેવક રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ છોટાઉદેપુર તાલુકાના એક આદિવાસી અરજદારે જિલ્લાના ખેતીવાડી અધિકારી જિલ્લા પંચાયત કચેરી ખાતે વનબંધુ ટ્રેક્ટર યોજના અંતર્ગત ટ્રેક્ટરની સબસિડિ મેળવવા માટે અરજી કરી હતી. આ અરજી બાદ રૃા.૧ લાખ સબસિડિ મંજૂર થઇ હતી. જેથી તેનો ચેક તૈયાર થતાં છોટાઉદેપુર સેજાના ચીલરવાંટ ખાતેના ગ્રામસેવક માધવ મનુશંકર ધાંધલીયા (રહે.ફોરેસ્ટ કોલોની ક્વાટર્સ, પોલીસ લાઇન પાસે, ફતેપુરા, છોટાઉદેપુર, મૂળ પાદરીયો, તા.તળાજા, જિલ્લો ભાવનગર)એ અરજદારને ચેક લઇ જઇ તેની સામે લાંચના રૃા.૭ હજાર આપવા જણાવ્યું હતું.
દરમિયાન લાંચની રકમ આપવી નહી હોવાથી એસીબીમાં ફરિયાદ કરતા છોટાઉદેપુરના પીઆઇ એસ.કે. ચારેલ તેમજ સ્ટાફે બરોજ ગામે નિશાળ ફળિયામાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. લાંચની રૃા.૭ હજાર રકમ સ્વીકારતા જ ગ્રામ સેવક માધવ ધાંધલીયાને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો હતો.

(11:53 PM IST)