<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

પૂ. શ્રી ધીરગુરૂદેવના અનુગ્રહથી વડોદરામાં ૫ કરોડના ખર્ચે આદિનાથ ઉપાશ્રયનું નિર્માણ

આગામી મે મહિનામાં કાર્યપૂર્ણ થશેઃ આયંબિલ ગૃહ, વૈયાવચ્‍ય રૂમ સહિતના લાભ લઇ શકાશે

રાજકોટઃ શ્રી ઇન્‍દ્રપુરી સ્‍થાનકવાસી જૈન સંઘ -વડોદરાના ઉપક્રમે પૂ. શ્રી ધીરગુરુદેવના અનુગ્રહથી ૫ કરોડના ખર્ચે જશવંતલાલ ગિરધરલાલ શાહ-(ટુવાવાલા) આદિનાથ જૈન ઉપાશ્રય, ધન્ના અણગાર આયંબિલ ભવન, અણુ સ્‍વાધ્‍યાય હોલ વગેરેનું નિર્માણ પૂરજોશમાં ચાલુ છે.

આગામી મે મહિનામાં કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે. વ્‍યાખ્‍યાન હોલનો વસુમતીબેન રસિકલાલ દોશી (ધાનેરા વાળા) તથા આયંબિલ હોલનો મનસુખભાઈ શાહ (સુમનદીપ પરિવાર) વગેરેએ લાભ લીધેલ છે.

શ્રીપાક આયંબિલ ગળહ, વૈયાવચ્‍ચ રૂમ,જૈનશાળા નામકરણના આદેશ બાકી છે શય્‍યાદાન પ્રેમી દાનવીરોને વિવિધ યોજનામાં જોડાવા પ્રમુખ ડો. નીરજ પરીખની યાદીમાં અનુરોધ કરાયો છે. વધુ વિગત માટે મો. નં. ૯૮૨૫૦ ૫૪૧૨૧ નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે

(3:28 PM IST)