તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અમદાવાદથી નવસારી સુધી ટ્રેનમાં મુસાફરી : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા
નવસારી જિલ્લામાં આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલ અને મુખ્યમંત્રી

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ મુસાફરી દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ધારાસભ્ય જગદીશભાઈ વિશ્વકર્મા પણ તેમની સાથે જોડાયા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના સંકલ્પોને ચરિતાર્થ કરતા રાજ્યપાલએ રાજ્યના પ્રવાસોમાં એસ.ટી. બસ અને ટ્રેન જેવા સાર્વજનિક માધ્યમોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લીધો છે. આ સંકલ્પને વરેલા રાજ્યપાલએ આજે વંદે ભારત ટ્રેનમાં એક સામાન્ય પ્રવાસીની જેમ સફર કરી હતી. ટ્રેનની મુસાફરી દરમિયાન રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સહ-મુસાફરો સાથે અત્યંત આત્મીયતાપૂર્વક સંવાદ કર્યો હતો.
નોંધનીય છે કે, રાજ્યપાલ તથા મુખ્યમંત્રી ખેરગામ અને ચીખલી તાલુકામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
