તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 2nd September 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ચંદ્રાલા ગામના અનુસૂચિત જાતિ પરિવારના લાલાભાઈ પરમારના ઘરે રાત્રિ ભોજન ગ્રહણ કર્યું
લાલાભાઈ પરમારના પરિજનો સાથે સાદગીપૂર્ણ વાતાવરણમાં ભોજન લઈ પરિવારના ખબર-અંતર પૂછ્યા

ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલા ગામમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાજિક સમરસતા અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રાજ્યપાલએ ચંદ્રાલા ગામના અનુસૂચિત જાતિ પરિવારના લાલાભાઈ પરમારના નિવાસસ્થાને પહોંચીને તેમના પરિજનો સાથે અત્યંત સાદગીપૂર્ણ અને સ્નેહસભર વાતાવરણમાં રાત્રી ભોજન ગ્રહણ કર્યું હતું.
આ તકે રાજ્યપાલનું લાલાભાઈ પરમારના પરિવારે ભાવભીનું અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભોજન દરમિયાન રાજ્યપાલએ પરિવારના તમામ સભ્યો સાથે સહજ સંવાદ સાધીને તેમના ખબર-અંતર પૂછ્યા હતા તેમજ બાળકોના શિક્ષણ અને પરિવારના આજીવિકાના સાધનો અંગે માહિતી મેળવી હતી.
આ પ્રસંગે રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આપણો સમાજ એકતા અને સામાજિક સમરસતાના પાયા પર ટકેલો છે. સમાજમાંથી નાત-જાત, ઊંચ-નીચ અને ભેદભાવના વિચારો દૂર કરીને દરેક નાગરિક સાથે સન્માનપૂર્વકનો વ્યવહાર કરવો એ જ સાચો ધર્મ અને માનવતા છે.
રાજ્યપાલની આ સાહજિકતા અને સાદગી જોઈને લાલાભાઈ પરમારનો પરિવાર અત્યંત ભાવવિભોર બન્યો હતો અને પોતાના આંગણે રાજ્યના પ્રથમ નાગરિકની ઉપસ્થિતિ બદલ કૃતજ્ઞતા પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો
(10:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
