તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th September 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણના રાજપુર ગામે અનુસૂચિત જાતિ પરિવારની મુલાકાત લઈ સાધ્યો આત્મીય સંવાદ
દલસુખભાઈ પરમારના ઘરે જમીન પર બેસી અલ્પાહાર કરી રાજ્યપાલએ સરળતા અને સાદગીના દર્શન કરાવ્યા:સામાજિક સમરસતા, પ્રાકૃતિક ખેતી અને ગ્રામીણ આરોગ્ય અંગે ગ્રામજનોને પૂરું પાડ્યું પ્રેરણાદાયી માર્ગદર્શન

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પાટણ તાલુકાના રાજપુર ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે અત્યંત આત્મીયતાપૂર્ણ સંવાદ સાધ્યો હતો.
આ મુલાકાત દરમિયાન રાજ્યપાલએ ઉચ્ચ પદની ગરિમા વચ્ચે પણ પોતાની સહજ સાદગી અને સરળતાના ઉત્તમ દર્શન કરાવ્યા હતા.
રાજપુર ગામની મુલાકાત વેળાએ રાજ્યપાલએ સામાજિક સમરસતાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડતા ગામના શ્રમિક અને અનુસૂચિત જાતિ પરિવારના શ્રી દલસુખ મોહનભાઈ પરમારના નિવાસસ્થાને જઈ તેમના પરિવારજનોની કુશળક્ષેમ પૂછી હતી.
રાજ્યપાલએ દલસુખભાઈના પરિવાર સાથે જમીન પર બેસીને અત્યંત પ્રેમપૂર્વક અલ્પાહાર ગ્રહણ કર્યો હતો અને પરિવારના સભ્યો સાથે હૃદયસ્પર્શી વાર્તાલાપ કર્યો હતો.
ગામના નાગરિકો અને ગ્રામજનો સાથેના આત્મીય સંવાદ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતીનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે, જમીનની ફળદ્રુપતા અને માનવ આરોગ્યની જાળવણી માટે રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતી અપનાવવી એ સમયની માંગ છે. આ સાથે તેમણે ગ્રામીણ જીવનશૈલી, સ્વચ્છતા, અને ઉત્તમ આરોગ્ય સંબંધિત વિવિધ વિષયો પર ગ્રામજનોને સરળ શૈલીમાં પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
રાજ્યપાલની આ સહજ અને લાગણીસભર મુલાકાતથી રાજપુર ગામના ગ્રામજનો તેમજ દલસુખભાઈ પરમારનો પરિવાર અત્યંત હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છે
(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
