તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 19th October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સામાન્ય નાગરિકની જેમ અમદાવાદથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી: સહ-મુસાફરો સાથે સાધ્યો આત્મીય સંવાદ
ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બે દિવસીય ભરૂચ પ્રવાસ અર્થે જતી વખતે એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. રાજ્યપાલએ એક સામાન્ય નાગરિકની જેમ અમદાવાદ રેલવે સ્ટેશનથી ભરૂચ સુધી ટ્રેનમાં મુસાફરી કરી હતી.
મુસાફરી દરમિયાન રાજ્યપાલએ ટ્રેનમાં સાથે મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના હાલચાલ પૂછ્યા હતા તેમજ વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી. રાજ્યપાલશ્રીની આ સરળતા અને સહજતા જોઈને સહ-મુસાફરો પણ આનંદિત થયા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી આ બે દિવસીય પ્રવાસ દરમિયાન ભરૂચ તાલુકાના હલદરવા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ દ્વારા છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત તેઓ ગ્રામીણ વિસ્તારોમાં રાત્રિનિવાસ કરી સ્વચ્છતા, પ્રાકૃતિક ખેતી, વ્યસનમુક્તિ, શિક્ષણ અને સામાજિક સમરસતા જેવા વિષયો પર ગ્રામજનો સાથે સીધો સંવાદ સાધી રહ્યા છે.
(7:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
