News of Wednesday, 25th November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી એસ.ટી. બસમાં મુસાફરી કરીને કલોલના નારદીપુર પહોંચ્યા
મુસાફરી દરમિયાન સહપ્રવાસીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી ગ્રામ્ય વિકાસ તથા પ્રાકૃતિક કૃષિ અંગે કરી ચર્ચા

ગાંધીનગર :સાદગી, સરળતા અને જનસામાન્ય સાથેના સીધા લોકસંપર્ક માટે જાણીતા ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુ એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના નારદીપુર અને ગોલથરા ખાતે આયોજિત ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે રાજ્યપાલએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની સામાન્ય બસમાં મુસાફરી કરી હતી.
રાજ્યપાલએ જ્યારે ગાંધીનગરથી નારદીપુર જવા માટે એસ.ટી. બસમાં પ્રયાણ કર્યું, ત્યારે બસમાં સવાર સામાન્ય મુસાફરોમાં આશ્ચર્ય સાથે અત્યંત આનંદની લાગણી જોવા મળી હતી. મુસાફરી દરમિયાન રાજ્યપાલએ કોઈ પણ ઔપચારિકતા વિના સહપ્રવાસીઓ સાથે અત્યંત સહજ અને આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે મુસાફરોના ક્ષેમ-કુશળ પૂછીને તેમના રોજિંદા જીવન અંગે વાતચીત કરી હતી. રાજ્યપાલએ સહપ્રવાસીઓ સાથે સહજ અને આત્મીય સંવાદ સાધી ગ્રામ્ય વિકાસ તથા પ્રાકૃતિક કૃષિ અંગે પણ ચર્ચા કરી હતી
(8:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
