તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાતે મુંબઈ સ્થિત જાપાનના કોન્સુલ-જનરલ સુશ્રી સાતો હિતોમી
ભારત-જાપાન મૈત્રી, ઔદ્યોગિક સહયોગ અને સાંસ્કૃતિક સંબંધો પર વિશેષ સંવાદ

ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની મુંબઈ સ્થિત જાપાનના નવનિયુક્ત કોન્સુલ-જનરલ સુશ્રી સાતો હિતોમીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી.
મુંબઈ ખાતે જાપાનના કોન્સુલ-જનરલ તરીકે પદભાર સંભાળ્યા બાદ ગુજરાતના પ્રવાસે આવેલા સુશ્રી સાતો હિતોમીનું રાજ્યપાલએ લોકભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ભારતીય અધ્યયન અને રાજનીતિ વિજ્ઞાનમાં નિષ્ણાત એવા સુશ્રી સાતો હિતોમીના બહોળા કૂટનીતિક અનુભવનો ઉલ્લેખ કરતા રાજ્યપાલએ આશા વ્યક્ત કરી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન ગુજરાત અને જાપાન વચ્ચેના ઔદ્યોગિક, વ્યાપારિક અને સાંસ્કૃતિક સંબંધો વધુ મજબૂત બનશે.
બેઠક દરમિયાન ભારત અને જાપાન વચ્ચેના ઐતિહાસિક સંબંધો, ઓટોમોબાઈલ તથા રોબોટિક્સ ટેક્નોલોજી, ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનો, પ્રાકૃતિક ખેતી, શિક્ષણ વ્યવસ્થા, સ્વાસ્થ્ય તથા સાંસ્કૃતિક આદાન-પ્રદાન જેવા વિવિધ મહત્વપૂર્ણ વિષયો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ ઉપરાંત જાપાનની અદ્યતન ઓટોમોબાઈલ ટેક્નોલોજી દ્વારા ગુજરાતના હાસલપુર સ્થિત સુઝુકીના પ્લાન્ટમાં નિર્મિત ઇલેક્ટ્રિક વાહનોની વૈશ્વિક બજારોમાં નિકાસ થઈ રહી છે તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, પર્યાવરણને અનુકૂળ હાઇબ્રિડ વાહનોની લોકપ્રિયતા અને ફ્યુઅલ એફિશિયન્સી અંગે પણ વિચારોનું આદાન-પ્રદાન થયું હતું.
બેઠકમાં જાપાનની શાળાકીય શિક્ષણ પદ્ધતિ વિશે વિશેષ ચર્ચા થઈ હતી, જ્યાં બાળકો નાનપણથી જ પોતાની શાળાની સ્વચ્છતા જાતે રાખવા, શિસ્ત જાળવવામાં અને આત્મનિર્ભર બનવા ટેવાયેલા હોય છે. આ સંદર્ભમાં રાજ્યપાલએ જણાવ્યું હતું કે આપણા દેશની ગુરુકુલ પરંપરામાં પણ આ જ મૂલ્યોને પ્રાધાન્ય અપાય છે.
રાજ્યપાલશ્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત અને જાપાનના સંબંધો અત્યંત મજબૂત બન્યા હોવાનું જણાવીને મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ - બુલેટ ટ્રેન પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી. તેમણે જાપાનને દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા અને અનુશાસન માટે જાણીતો રાષ્ટ્ર ગણાવીને ગુજરાતમાં જાપાની રોકાણ અને વિકાસ કાર્યો અંગે પ્રશંસા કરી હતી
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
