તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 30th August 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી માંડલ તાલુકાની બે દિવસીય મુલાકાતે
રાજ્યપાલએ સામાજિક સમરસતાનો સંદેશ આપતા અનુસૂચિત જાતિ પરિવારના ઘરે જમીન પર બેસીને રાત્રિ ભોજન ગ્રહણ કર્યું

અમદાવાદ જિલ્લાના માંડલ તાલુકાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વધુ એક વખત સાદગી અને આત્મીયતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. નાના ઉભડા ગામે અનુસૂચિત જાતિ પરિવારના સવિતાબેન સોમાભાઈ પરમારના પરિવાર સાથે સાત્વિક રાત્રિ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.
રાજ્યપાલશ્રીએ ખૂબ જ સહજતા સાથે પરિવારના તમામ સભ્યોની વડિલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમની પરિસ્થિતિ જાણી હતી.
રાજ્યપાલએ પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ અંગે જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.
રાજ્યપાલએ સાત્વિક ભોજનમાં તુરિયાનું શાક, રોટલી અને ખીચડીનો આસ્વાદ માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, નાના ઉભડા ગામના રહેવાસી સવિતાબેન સોમાભાઈ પરમારનો પરિવાર ખેત શ્રમિક સહિત અન્ય કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. પરિવારના સભ્યોએ જણાવ્યું કે રાજ્યપાલનું અમારા ઘરે આગમન તેમજ અમારી સાથે કરેલા ભોજનનો પ્રસંગ અમારા પરિવારના સૌ લોકો માટે અવિસ્મરણીય બની રહ્યું છે.
(10:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
