તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Tuesday, 20th October 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જુના બોરભાઠા ગામના રવિભાઈ વસાવાના ઘરે અલ્પાહાર કરી પરિવારજનો સાથે સંવાદ સાધ્યો
રાજ્યપાલએ રવિભાઈ વસાવા અને તેમના પરિવારજનોના ક્ષેમકુશળ પૂછી ઘરના સભ્યો સાથે સહજતાથી વાર્તાલાપ કર્યો:રાજ્યપાલના સરળ અને સાદગીપૂર્ણ વ્યવહારથી વસાવા પરિવારમાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી

અમદાવાદ :ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમના પ્રવાસના દ્વિતીય દિવસે વેહલી સવારે બોરભાઠા ગામના નિવાસી રવિભાઈ વસાવાના ગૃહે આત્મીય મુલાકાત લીધી હતી. રાજ્યપાલએ વસાવા પરિવારના આંગણે સ્નેહપૂર્વક અલ્પાહાર કરી પરિવારના સભ્યો સાથે હૃદયસ્પર્શી સંવાદ સાધ્યો હતો.
ગામીણ વિસ્તારના પ્રવાસ દરમિયાન યોજાયેલી આ ભાવસભર મુલાકાત વેળાએ રાજ્યપાલએ રવિભાઈ વસાવા અને તેમના પરિવારજનોના ક્ષેમકુશળ પૂછી ઘરના સભ્યો સાથે સહજતાથી વાર્તાલાપ કર્યો હતો. રાજ્યપાલના સરળ અને સાદગીપૂર્ણ વ્યવહારથી વસાવા પરિવારમાં અત્યંત આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ હતી.
આ આત્મીય ક્ષણ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રવિભાઈ વસાવા અને તેમના પરિવારને ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે પધારવા માટે સ્નેહભર્યું અને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું. વસાવા પરિવારે પણ રાજ્યપાલના આગમન અને નિમંત્રણ બદલ સદ્ભાવનાપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
