<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

નવસારી જિલ્લાની પાણીખડક ગામની પ્રાથમિક શાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો રાત્રિવિશ્રામ

વહેલી સવારે વિદ્યાર્થીઓ સાથે રાજ્યપાલએ કર્યા યોગ અને પ્રાણાયામ:વિદ્યાર્થીઓ સ્વસ્થ અને તેજસ્વી ભવિષ્ય માટે રોજિંદા જીવનમાં યોગ અને પ્રાણાયામને અવશ્ય સ્થાન આપે: રાજ્યપાલ:યોગ સત્રમાં રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગ અને પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કરી તેના આરોગ્યલક્ષી મહત્વ વિશે પ્રેરક સંવાદ સાધ્યો

નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના પાણીખડક ગામે પ્રાથમિક શાળાના સામાન્ય વર્ગખંડમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સાદગીભર્યો રાત્રિવિશ્રામ કર્યો હતો. ઊઘડતી સવારે રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો તેમજ યુવાનો સાથે યોગાભ્યાસ કર્યો હતો.
 રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ગામના મહેમાન બની ગ્રામ કલ્યાણના ધ્યેય સાથે શાળામાં રાતવાસો કરતા આ પ્રેરક અભિગમથી ગ્રામજનો તેમજ શાળાના બાળકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો.
  વહેલી સવારે યોજાયેલા વિશેષ યોગ સત્રમાં રાજ્યપાલએ શાળાના વિદ્યાર્થીઓ સાથે વિવિધ યોગાસનો કર્યા હતા અને બાળકોને યોગના શારીરિક તથા માનસિક ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, નિયમિત યોગાભ્યાસથી શરીર તંદુરસ્ત રહે છે, મન એકાગ્ર બને છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. આજના વ્યસ્ત અને આધુનિક જીવનમાં યોગ અને પ્રાણાયામ સ્વસ્થ જીવન માટે અત્યંત જરૂરી છે, કારણ કે યોગ દ્વારા શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત થાય છે જેના કારણે માનસિક તણાવ દૂર થાય છે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં પણ વધુ એકાગ્રતા પ્રાપ્ત થાય છે.
રાજ્યપાલએ વિદ્યાર્થીઓ સાથે કપાલભાતિ, અનુલોમ-વિલોમ, ભસ્ત્રિકા તેમજ મનની શાંતિ અને ધ્યાન કેન્દ્રિત કરવામાં સહાયરૂપ એવા ભ્રામરી પ્રાણાયામનો પ્રાયોગિક અભ્યાસ કર્યો હતો અને તેનાથી શ્વસનતંત્ર મજબૂત બનતું હોવાની વૈજ્ઞાનિક સમજ આપી હતી.
    રાજ્યપાલએ બાળકો સાથે અત્યંત સ્નેહપૂર્વક સંવાદ સાધીને તેમના અભ્યાસ, રોજિંદી પ્રવૃત્તિઓ તેમજ કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું અને જીવનમાં શિસ્ત, મહેનત તથા સકારાત્મક વિચારધારા અપનાવી ઉત્તમ શિક્ષણ સાથે ઉજ્જવળ ભવિષ્ય ઘડવા માટે આશીર્વચન પાઠવ્યા હતા. પવિત્ર ગાયત્રી મંત્રના ઉચ્ચારણ સાથે આ યોગ સત્ર સંપન્ન થયું હતું

(1:17 PM IST)