તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નવસારીના આદિજાતિ ગામ આછવણી અને પાણી ખડકની મુલાકાતે પહોંચ્યા
ગ્રામજનો સાથે રાત્રિ સભા, પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને સામુહિક ગ્રામ સફાઇ તેમજ એક પેડ માં કે નામ ૩.૦ અન્વયે જન ભાગીદારીથી વૃક્ષારોપણ કાર્યક્રમ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આદિજાતિ ગામોમાં ગ્રામજનો સાથે રાત્રિ સભા, પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને સામુહિક ગ્રામ સફાઇ તેમજ એક પેડ માં કે નામ ૩.૦ અન્વયે જન ભાગીદારીથી વૃક્ષારોપણ કાર્યક્રમ માટે નવસારી જિલ્લાના આદિજાતિ ગામ આછવણી અને પાણી ખડક ની મુલાકાતે વંદે ભારત ટ્રેન દ્વારા નવસારી સુધીની સફર કરીને પહોંચ્યા છે
તેમણે આછવણી માં ૦.૭૫ હેકટર વિસ્તાર માં વિવિધ પ્રકારના ૧૬૦૦ વૃક્ષો સાથે નિર્માણ થનારા વનમાં વૃક્ષારોપણ કર્યું હતું .
સમગ્ર ગુજરાતમાં આ વર્ષે એક પેડ માં કે નામ ૩.૦ માં સાડાપાંચ કરોડ વૃક્ષો વાવવાની નેમ રાખવામાં આવી છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રી પાણી ખડક ગામમાં ગ્રામ જનો સાથે સામૂહિક ગ્રામ સફાઇમાં પણ સહભાગી થયા હતા.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
