તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 2nd October 2026
ખેડૂતોની આવક વધારવા સરકારના આવકારદાયી પગલાઃ વિજય કોરાટ

રાજકોટઃ તા.ર, રાજયના ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ સાથે આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે રાજય સરકાર દ્વારા ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી જેવા પાકોની ટેકાના સીધી ખરીદી કરવામાં લેવાયેલ નિર્ણય બદલ પ્રદેશ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા કૃષિમંત્રી જીતુભાઈ વાદ્યાણીને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, ભાજપાની રાજય સરકાર દ્વારા દર વર્ષે સમયાંતરે ખેડૂતોના પાક માટે ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. રાજય સરકાર ખેડૂતોની આવકવધારી તેમની આર્થિક સ્થિતિ સુધારવાની દિશામાં સતત કામ કરી રહ્યું છે.
, કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સમયાંતરે રાજયના ખેડૂતો અને કૃષિકારોના ઉત્કર્ષ માટે પ્રોત્સાહક યોજનાઓની જાહેરાતો થતી હોય છે. જેનાથી ખેડૂતોને આવતા સમયમાં ખુબ જ આર્થીક ફાયદો થાય છે. રાજય સરકાર દ્વારા ડાંગર, મકાઈ, બાજરી, જુવાર, રાગી જેવા વિવિધ પાકના ટેકાના ભાવ જાહેર કરી મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. કુલ વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને રાજયમાં વિવિધ પાકોના મણ પર ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બાજરી અને જુવાર પર સરકાર પ્રતિ ક્વિન્ટલ રૂ,૩૦૦નું વધારાનું બોનસ આપશે.જે બદલગુજરાત પ્રદેશ ભાજપ કિસાન મોરચા મંત્રી વિજયભાઈ કોરાટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીની કેન્દ્ર સરકાર, મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કૃષિમંત્રીશ્રી જીતુભાઈ વાદ્યાણી, ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષશ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, પ્રદેશ કિસાન મોરચા પ્રમુખશ્રી હિરેનભાઈ હિરપરાનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
