<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th July 2026

ગોવા-રાજસ્‍થાનને ટક્કર આપી ગુજરાતને ‘વેડિંગ ડેસ્‍ટિનેશન' હબ બનાવવા સરકારનો મેગા પ્‍લાન

મેરેજ ટૂરિઝમ માટે ‘ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એસેસમેન્‍ટ-સ્‍ટ્રેટેજિક રોડમેપ' ઘડાશે : ખામીઓ શોધવા કન્‍સલ્‍ટન્‍ટ નિમાશે : ગુજરાતને ‘ડેસ્‍ટિનેશન વેડિગ'નું મોટું કેન્‍દ્ર બનાવવા માટે ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને વૈશ્વિક સ્‍તરનો પ્રોજેક્‍ટ હાથ ધર્યો : દારૂબંધીની અસરો, નીતિગત અવરોધો અંગે અભ્‍યાસ થશે : વ્‍હાય નોટ ગુજરાત? એનાલિસિસઃ લગ્નનું આયોજન કરનારા પરિવાર કે વેડિગ પ્‍લાનર્સ ક્‍યા કારણોસર ગુજરાતની પસંદગી કરતા અચકાય છે તેનું કન્‍સલ્‍ટન્‍ટ દ્વારા સર્વેક્ષણ કરાશે

અમદાવાદ તા.૬: રાજસ્‍થાન (ઉદયપુર, જયપુર) અને ગોવાની જેમ હવે ગુજરાતને પણ દેશ-વિદેશના યુગલો માટે 'ડેસ્‍ટિનેશન વેડિગ'નું મોટું વૈશ્વિક હબ બનાવવા માટે ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા એક અત્‍યંત મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્‍ટ હાથ પરાયો છે. આ પ્‍લાન અંતર્ગત ગુજરાતને વેડિગ હબ બનાવવામાં નડતા નીતિગત અવરોપો ટાળવા અને ખાસ કરીને રાજ્‍યની દારૂબંધીની નીતિની ડેસ્‍ટિનેશન વેડિગ પર થતી અસરો અંગે ઊંડો અભ્‍યાસ કરાશે. આ માટે સરકારે ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર એસેસમેન્‍ટ અને સ્‍ટ્રેટેજિક રોડમેપ તૈયાર કરવા માટે એક નિષ્‍ણાત કન્‍સલ્‍ટન્‍ટની નિમણૂક કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકાર રાજ્‍યમાં મેરેજ ટૂરિઝમને આંતરરાષ્ટ્રીય સ્‍તરે ચમકાવવા માટે વેડ ઈન ગુજરાત (Wed In Guja-ral) નામનું એક નવું બ્રાન્‍ડ પોઝિશનિગ અને આઈડેન્‍ટિટી ફ્રેમવર્ક તૈયાર કરશે, આ અંતર્ગત દેશના ધનિક પરિવારોથી લઈને વિદેશમાં વસતા NRIs અને વૈશ્વિક કક્‍લાયન્‍ટ્‍સને આકર્ષવા માટે મીડિયા પ્‍લાન અને સોશિયલ મીડિયા કેમ્‍પેઇન ચલાવશે. કન્‍સલ્‍ટન્‍ટની પસંદગી થયા બાદ, કરારના માત્ર ૩ મહિનામાં જ આ અંગેનો સંપૂર્ણ રિપોર્ટ સરકારને સોંપવાનો રહેશે.

રાજસ્‍થાન અને ગોવા સાથે સીધી સ્‍પર્ધા કરવા વ્‍હાય નોટ ગુજરાત એનાલિસિસઃ ગુજરાત સરકાર માત્ર પોતાની સુવિધાઓ જ નહીં પરંતુ પાડોશી રાજ્‍યો રાજસ્‍થાન, ગોવા અને કેરળ જેવા સ્‍થાપિત વેડિગ હબ સાથે ગુજરાતનું સીધું બેન્‍ચમાર્કિગ કરશે. કન્‍સલ્‍ટન્‍ટ દ્વારા એક ખાસ શા માટે ગુજરાત નહીં? (Why Not Gujarat?) એ મુજબનું સર્વેક્ષણ કરાવાશે. આ સર્વેમાં એ જાણવાનો પ્રયાસ કરાશે કે, લગ્નનું આયોજન કરનારા પરિવારો કે વેડિગ પ્‍લાનર્સ કયા કારણોસર, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ગેપ કે દારૂબંધી જેવા નીતિગત અવરોધોને લીધે ગુજરાતની પસંદગી કરતા અચકાય છે, જેથી તે ખામીઓને તાકીદે દૂર કરી મંજૂરી માટે સિગલ-વિન્‍ડો સિસ્‍ટમ લાવી શકાય.

રાજ્‍યના ૧૦ પ્રખ્‍યાત સ્‍થળોની વેડિંગ રેડીનેસ તપાસાશેઃ ગુજરાત ટૂરિઝમ કોર્પોરેશને બહાર પાડેલા ટેન્‍ડર અનુસાર, રાજ્‍યના અગ્રણી પ્રવાસન સ્‍થળોની લગ્ન માટેની માળખાકીય સુવિધાની ક્ષમતા ચકાસવા માટે એક ‘ડેસ્‍ટિનેશન રેડીનેસ ઈન્‍ડેક્‍સ' તૈયાર કરાશે. આ સ્‍થળો પર વેન્‍યૂ કેપેસિટી, વૈભવી હોટલો અને રૂમોની સંખ્‍યા, હવાઈ-રેલ-રોડ કનેક્‍ટિવિટી, મેડિકલ સુવિધાઓ અને સુરક્ષા જેવા માપદંડોનું મૂલ્‍યાંકન કરવામાં આવશે.

વેડિંગ ડેસ્‍ટિનેશન'' બનાવવા મહત્ત્વના મુદ્દા

દારૂબંધીની નીતિ અને પરવાનગીઓનું સરળીકરણઃ આ પ્રોજેક્‍ટ અંતર્ગત ગુજરાતની દારૂબંધીની નીતિની ડેસ્‍ટિનેશન વેડિગ પર થતી અસરોનો વિશેષ અભ્‍યાસ કરાશે અને નિયમો હળવા કરવા ભલામણો મગાવાશે.

હિતધારકો સાથે પરામર્શઃ ૫૦૦થી વધુ વેડિગ પ્‍લાનર્સ, હોટેલિયર્સ અને હિતધારકો સાથે ચર્ચા કરીને બજેટ કેટેગરી નક્કી કરાશે.

વેડિગ સીઝન ઇન્‍ટેલિજન્‍સ કેલેન્‍ડરઃ લગ્નોની સીઝન માટે ખાસ કેલેન્‍ડર તૈયાર કરાશે.

ડિજિટલ ગેપ ઓડિટઃ WedMe Good કે WeddingWire જેવા પોર્ટલ પર ગુજરાતની ઓનલાઇન હાજરી અને ઇન્‍સ્‍ટાગ્રામ પર Udaipur Weddingની સરખામણીએ Gujarat Wodingના હિસ્‍સાનું મૂલ્‍યાંકન કરાશે.

લક્ષિત પ્રવાસન સ્‍થળો

વર્લ્‍ડ હેરિટેજ અને આધુનિક સિટી અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રાજકોટ સ્‍ટેચ્‍યૂ ઓફ યુનિટી (SOU), કચ્‍છનું વૈશ્વિક આકર્ષણ અને પ્રકૃતિ સફેદ રણ, સાસણ ગીર ધાર્મિક આધ્‍યાત્‍મિક પ્રવાસન દ્વારકા, સોમનાથ, અંબાજી

 

(10:26 AM IST)