તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
ગુજરાતને 'ગ્લોબલ કૅપેબિલિટી હબ' બનાવવા સરકારનું મોટું પગલું : GCC પૉલિસી 2025-30 માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ 1.0 જાહેર
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને વિજ્ઞાન-ટેક્નોલૉજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ સિંગલ પોર્ટલ મારફતે અરજીથી ચુકવણી સુધીની પ્રક્રિયા સુનિશ્ચિત કરાઈ

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ગુજરાતમાં ગ્લોબલ કૅપેબિલિટી સેન્ટરના (GCC) વિકાસને નવો વેગ આપવા મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. વિજ્ઞાન અને ટેક્નોલૉજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના નેતૃત્વ હેઠળ 'Gujarat Global Capability Center (GCC) પૉલિસી 2025-30'ના અસરકારક અમલીકરણ માટે ઓપરેશનલ ગાઈડલાઈન્સ 1.0 જાહેર કરવામાં આવી છે. આ માર્ગદર્શિકા દ્વારા GCCની ઓળખ, પાત્રતા, નવા સેન્ટરની સ્થાપના, હાલના સેન્ટરના વિસ્તરણ અને વિવિધ પ્રોત્સાહક સહાય મેળવવાની પ્રક્રિયા માટે સ્પષ્ટ માળખું નક્કી કરાયું છે.
ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના ભાગરૂપે આ નીતિ હેઠળ ઇન્સેન્ટિવની અરજીથી લઈને ક્લેમની ચકાસણી અને ચુકવણી સુધીની સમગ્ર કામગીરી એક જ ડિજિટલ પ્લેટફૉર્મ પર હાથ ધરાશે. Directorate of ICT & e-Governance દ્વારા વિકસાવવામાં આવેલા 'Integrated Incentive Management Portal' મારફતે ઇન્સેન્ટિવ અરજી, ક્લેમ પ્રોસેસિંગ, ચુકવણી તથા સ્કીલ ડેવલપમેન્ટ કોર્સિસ માટે અરજી કરી શકાશે.
પાત્રતા અને દસ્તાવેજી ચકાસણીના માપદંડો:
GCC માટે ઇન્સેન્ટિવની ગણતરી ક્યારથી શરૂ થશે તે નક્કી કરવા 'Month of Eligibility'ની જોગવાઈ કરાઈ છે. કમર્શિયલ ઓપરેશન શરૂ થવાની તારીખ, In-principle Approval અથવા Eligible Employee Count હાંસલ થવાની તારીખ—આ ત્રણમાંથી જે તારીખ સૌથી પાછળની હશે, તેને પાત્રતાનો પ્રારંભિક મહિનો ગણી ગણતરી હાથ ધરાશે.
GCCની ઓળખ માટે પેરેન્ટ અથવા ગ્રુપ કંપની સાથેનો સંબંધ દર્શાવતો બોર્ડ રિઝોલ્યુશન, સર્વિસ લેવલ એગ્રીમેન્ટ (SLA), ઓનરશિપ સ્ટ્રક્ચર, ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR), GST સર્ટિફિકેટ અને CA દ્વારા પ્રમાણિત રોકાણની વિગતો રજૂ કરવાની રહેશે. નવા સેન્ટર માટે પ્રોપર્ટી લીઝ અથવા ખરીદીના દસ્તાવેજો, એમ્પ્લોયી એલોકેશન વિગતો અને પ્રથમ સર્વિસ ઇન્વોઇસ જ્યારે વિસ્તરણ માટે વધારાની પ્રવૃત્તિઓના મંજૂરી દસ્તાવેજો દર્શાવવાના રહેશે.
CAPEX, OPEX અને વિવિધ ખર્ચમાં સહાય:
GCC પૉલિસી હેઠળ બિલ્ડિંગ બાંધકામ કે ખરીદી, કમ્પ્યુટર્સ, સોફ્ટવેર, નેટવર્કિંગ હાર્ડવેર અને અન્ય ફિક્સ્ડ એસેટ્સના ખર્ચને 'Eligible CAPEX Expenditure'માં આવરી લેવાયા છે. જમીનનો ખર્ચ સામેલ નથી, પરંતુ જમીન કે ઑફિસ સ્પેસના લીઝ, સેલ અથવા ટ્રાન્સફર માટે ચૂકવેલી સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન ફી તથા કેપ્ટિવ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટના સાધનોનો ખર્ચ પાત્ર રહેશે. આ ઉપરાંત ફર્નિચર, ફિક્સચર્સ, રિનોવેશન, સિવિલ વર્ક, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, HVAC ઇક્વિપમેન્ટ્સ તથા જરૂરી પ્લાન્ટ-મશીનરીનો ખર્ચ આધારભૂત દસ્તાવેજોને આધારે માન્ય ગણાશે. નવા સેન્ટર માટે ઓપરેશન શરૂ થયાથી અને વિસ્તરણ માટે અરજીની તારીખથી બે વર્ષ સુધીનું GFCI રોકાણ પાત્ર ગણાશે.
ક્લેમ સબમિશન અને સમયમર્યાદા:
CAPEX ક્લેમ એલિજિબલ પિરિયડ પૂર્ણ થયા બાદ એક વર્ષની અંદર નાણાકીય વર્ષ મુજબ રજૂ કરવાનો રહેશે. OPEXનો પ્રથમ ક્લેમ પાત્રતાના મહિનાથી શરૂ થતા અનુગામી બે ક્વાર્ટર્સમાં અને ત્યારબાદના ક્લેમ દરેક આગામી ક્વાર્ટર પૂર્ણ થાય તે પહેલાં રજૂ કરવાના રહેશે. સ્પેશિયલ ઇન્સેન્ટિવ અને ક્વોલિટી સર્ટિફિકેશનના વાર્ષિક ક્લેમ આગામી નાણાકીય વર્ષ પૂર્ણ થાય તે પહેલાં સબમિટ કરવાના રહેશે. વિલંબના દિવસોને આધારે ઇન્સેન્ટિવની ગણતરી Pro-rata ધોરણે કરાશે. આ નીતિથી રાજ્યમાં રોકાણકારો માટે પારદર્શી અને સરળ વાતાવરણ ઊભું થશે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
