<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

નર્મદા જિલ્લાના કેરોસીનના વિક્રેતાઓનું સરકારે કેરોસીન બંધ કરતાં, કલેક્ટરને આવેદનપત્ર આપ્યાં ને ચાર વર્ષ થયા છતાં કોઈ કાર્યવાહી નહીં

માર્ચ. ૨૦૨૨ ના વર્ષમાં આપેલું આવેદન છતાં સરકાર તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી

(ભરત શાહ દ્વારા ) નર્મદા:રાજ્ય સરકારે છુટક કેરોસીન વિતરણ સેવા બંધ કરાતાં કેરોસીન વિક્રેતાઓને રોજીરોટી આપવા અન્ય કોઈ વ્યવસ્થા કરી આપવા નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું હતું
    નર્મદા જીલ્લામાં છેલ્લા ૪૦ વર્ષથી સરકાર મારફત જીલ્લાની જનતાને ચુલો તેમજ બળતણ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનું સરકારી કામકાજ સરકારના નીયમોનું પાલન કરી તેમજ જરૂરી તમામ લાયસન્સ લઈ જનતાને કેરોસીનનું છુટક વેચાણ કરવાની સેવા વિક્રેતાઓ પુરી પાડતા આવ્યા હતા. પરંતુ હાલ પીએમ ઉજજવલા ગેસ યોજના કાર્યરત હોવાથી દરેકે ગામડે ગામડે તેમજ દરેક રેસનકાર્ડ ધારક ગરીબ પરીવારોના ધરે ગેસના બોટલ પહોચાડવામાં આવ્યા છે જેથી લોકોને હવે કેરોસીનની ધરવપરાશ રહેતી ન હોવાને કારણે સરકારે છૂટક કેરોસીન વિતરણ સેવા બંધ કરતા નર્મદા જીલ્લામાં તમામ આદીવાસી ગામડાઓમાં ૪૦ વર્ષથી ગામડે ગામડે છુટક કેરોસીન વેચાણની જે સેવા કાર્ય કરતા વિક્રેતાઓ વંચીત થઈ ગયા છે જેથી તેમની રોજી રોટીનો સવાલ  ઉભો થતા તેમના કુટુંબનું ભરણપોષણ કરવા માટે કેરોસીનની જગ્યા પર અન્ય આવકનો વિકલ્પ અથવા એ.પી.સોંપમાં કન્વર્ટ કરી આપવા આવેદનપત્રમાં અરજ કરવામાં આવી હતી પરંતુ આ વાતને ચાર વર્ષનો સમય વીતી ગયા બાદ પણ સરકાર દ્વારા કોઈ જ પગલા લેવાયા નથી. જેના કારણે આ વિક્રેતાઓની આર્થિક હાલત કફોડી થઇ છે.
ગૃહિણીઓ નુ કહેવું છે કે ગેસ બોટલના ભાવ વધ્યા અને અમુક દિવસ બાદ જ બોટલ બુક થઈ શકે જેવા કડક નિયમો બાદ જો કેરોસીન એકમાત્ર વિકલ્પ હતો માટે સરકાર કેરોસીનનુ વેચાણ શરૂ કરાવે તો નર્મદા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના ગરીબ પરિવારો માટે સવલત રહે

(10:21 PM IST)