તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
રાજ્યની નવરચિત મહાનગરપાલિકાઓને સરકારી જમીન વિના મૂલ્યે ફાળવાશે:નિયમોમાં 5 વર્ષની ખાસ છૂટછાટ:મુખ્યમંત્રીનો મોટો નિર્ણય
નવી મહાનગરપાલિકાઓ પર જમીન ખરીદવાનું આર્થિક ભારણ ઘટશે:શહેરી સુવિધાઓના વિકાસને વેગ મળશે:નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને મળશે લાભ .

ગાંધીનગરઃ ગુજરાતની નવરચિત 9 મહાનગરપાલિકાઓને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યની નવી મહાનગરપાલિકાઓને સરકારી જમીન વિના મૂલ્યે ફાળવવામાં આવશે. આ માટે નિયમોમાં 5 વર્ષની ખાસ છૂટછાટ આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી નવી મહાનગરપાલિકાઓ પર જમીન ખરીદવાનું આર્થિક ભારણ ઘટશે અને શહેરી સુવિધાઓના વિકાસને વેગ મળશે.
આ નિર્ણયનો લાભ નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, પોરબંદર અને ગાંધીધામ મહાનગરપાલિકાઓને મળશે. આ જમીન પર મહાનગર સેવા સદન, ફાયર સ્ટેશન, STP-WTP, ભૂગર્ભ ગટર, પમ્પિંગ સ્ટેશન અને ટાઉન હોલ જેવી પાયાની સુવિધાઓ વિકસાવી શકાશે.
(11:52 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
