<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th June 2026

નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો સરકાર થતા ડીમોલેશન હાથ ધરાયુ.

સરકારી નિયમોનો શરતભંગ થતા 5 ઉચ્ચ અધિકારીઓના મોટા બંગલા તોડી પડાયા

(  ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર પાસે ઉચ્ચ અધિકારીઓના સરકારી મકાનો શ્રીસરકાર થતા ડીમોલેશન હાથ ધરાયુ હતું.સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતા અહીં જમીનના ભાવ ઊંચકાયા છે તે વખતે સરકારની નજર સરકારી અધિકારીઓના બંગલા પર પડી હતી
જેમાં 11 જેટલા તત્કાલીન ઉચ્ચ અધિકારીઓને નર્મદાના તત્કાલીન કલેક્ટર આર એસ નિનામા દ્વારા પ્લોટ ફાળવવામાં આવ્યા હતા. વર્ષ 2019 માં આ પ્લોટ ફાળવવા આવ્યા હતા. નર્મદા જિલ્લા માં ફરજ બજાવતા IAS અને GAS અધિકારીઓને આ પ્લોટ ફળવાયા હતા. જેમાં પાંચ અધિકારીઓના બંગલાઓનું ડીમોલેશન હાથ ધરાયુ છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એક એવી મોટી ઘટના બની છે કે જેમાં મોટી સંખ્યામાં સરકારી ઉચ્ચ અધિકારીઓને જમીન પ્લોટ ફાળવ્યા બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે.
ખાસ કરીને સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનો આ વિસ્તાર છે જ્યાં દરેક અધિકારીઓને સરકારી રાહે પ્લોટ ફાળવવામાં આવ્યાં હતાં.પરંતુ એની શરત ભંગ થવાને કારણે સરકારના નિયમોનો ભંગ થતો હોવાથી સરકારી મકાનો શ્રીસરકાર થતા સરકારી બાંગ્લાઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યુંછે.
થોડાં વખત પહેલા રાજપીપળાથી સ્ટેચ્યુ જતા રસ્તા પર રોડની રોડની આજુબાજુ લાગેલા ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફરી વળ્યું હતું.હવે સરકારી અધિકારીઓના બંગલા પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે અહીં 13 અધિકારીઓને પ્લોટ ફાળવવામાં આવ્યા હતા.તેમાંથી છ ના પ્લોટ પરત લેવાયા હતા.જેમા સરકારી નિયમ અનુસાર શરત ભંગ થતાં સાતનું ડિમોલિશન કરવાનું થતું હતું પરંતુ એમાંથી બે અધિકારીઓ સ્ટે લાવતા પાંચ અધિકારીઓના મકાનો ડીમોલેશન કરવામાં આવ્યુંછે.
અત્રે ઉલ્લેખનીય છે કે છે કે આ સરકારી અધિકારીઓએ ફાળવેલા પ્લોટ ઉપર પોતાના મોટા મોટા બંગલા બનાવી દીધા હતા તેના ઉપર આજે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે અને આ બંગલાઓ તોડી નાખવામાં આવ્યા છે. અહીં ચાંપતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન કરવામાં આવ્યું છે જોકે અહીં અધિકારીઓ પણ સાથે હાજર હતા અને તેમણે પણ સહકાર આપ્યો છે શાંતિપૂર્ણ રીતે ડીમો લેસન કરવા દેવામાં આવ્યું હતું.

(11:56 PM IST)