News of Sunday, 19th April 2026
પરિક્રમાવાસીઓને પડતી તકલીફ નિવારણ માટે સરકારે આપેલી બે બ્રિજોને મંજૂરી તે ખૂબ વહેલી તકે કાર્ય શરૂ થાય તેવી માંગ

( ભરત શાહ દ્વારા : નર્મદાચૈત્ર માસમાં ઉત્તર વાહિની પરિક્રમા થતી હોય છે ચૈત્રમાં લાખોની સંખ્યામાં અલગ અલગ રાજ્યોમાંથી પરિક્રમા વાસીઓ ઉત્તર વાહિની પરિક્રમા કરવા આવતા હોય છે અને ચૈત્ર માસ પૂર્ણ થતા જે વ્યવસ્થાઓ અને હંગામી બ્રિજ એ પણ કાઢી નાખવામાં આવતો હોય છે પરંતુ તેમ છતાં કેટલાક પરિક્રમા વાસીઓ અક્ષય તૃતીયા પૂર્ણિમા અને એકાદશી આવા દિવસે ઉત્તર વાહિની પરિક્રમા કરતા હોય છે તો સરકાર દ્વારા જે બે બ્રિજોને મંજૂરી આપવામાં આવી છે તે ખૂબ વહેલી તકે કાર્ય શરૂ થાય તો આજે ચૈત્ર માસ સિવાય પણ પરિક્રમાવાસીઓ આવતા હોય છે એ જ સર્વને આનો લાભ પ્રાપ્ત થઈ શકે એટલા જ માટે વહેલી તકે કાર્ય શરૂ થાય એવી લોકોની માગણી અને લાગણી પણ છે આજે પણ અક્ષય તૃતીયા હોય પરિક્રમાવાસીઓ હંગામી બ્રિજ તોડી પાડવામાં આવ્યો તેમ છતાં પણ નાવ દ્વારા પરિક્રમા નાવમાં બેસીને પરિક્રમા કરતા નજરે પડ્યા હતા અને આવે માન નર્મદાનું મહત્વ અને તેમજ ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શનાર્થે પાપનાસીની કહેવાય છે શંકરાચાર્યએ પણ ભગવાન પાસે માગ્યું છે કે જન્મ મળે તો એક નર્મદાના કિનારે વૃક્ષ હોય અને એમાં નાનું જંતુ થઈને પણ જન્મ મળે એ મંજૂર છે પણ નર્મદાનો કિનારો હોય એ શંકરાચાર્ય દ્વારા કહેવામાં આવ્યું છે એટલે નર્મદાજીની વિવિધ મહિમા આપણે ત્યાં વર્ણવવામાં આવ્યું છે પૂર્ણ પરિક્રમા ન કરી શકે તે તે ભક્તો આ ઉત્તર વાહિની પરિક્રમા કરી આત્મસંતોષ આત્મકલ્યાણ ની ભાવના વ્યક્ત કરતા હોય છે એટલા જ માટે વહેલી તકે પુલ જે મંજૂર થયા છે તે કાર્ય શરૂ થાય એ લોકોની લાગણી અને માગણી છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
