<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

સરકારનો ફતવો : ૭-૧૨, આધારકાર્ડ જેવા પુરાવા આપો અને ડીઝલ મેળવો

સંગ્રહખોરીના બહાને સરકારે નિયમ ઘડી કાઢ્‍યો : ખેડૂતો પુરાવા આપશે તો જ ડીઝલ મળશેઃ એક બાજુ, સરકાર દાવો કરે છે, પુરતો જથ્‍થો છે બીજી બાજુ, પેટ્રોલ-ડિઝલના વિતરણમાં કાપ મૂકાયો

અમદાવાદ તા.૨૨: ખાડી યુધ્‍ધની અસરને લીધે હવે ઈષ્‍ણની અછત સર્જાઈ છે જેના પગલે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્‍છથી માંડીને ઉત્તર ગુજરાતના પેટ્રોલપંપો પર વાહનોની લાંબી કતારો લાગી છે ત્‍યારે રાજ્‍ય સરકારે પેટ્રોલ-ડીઝલની સંગ્રહખોરીના બહાને નવો સરકારી ફતવો બહાર પાડયો છે. હવે ખેડૂતોને ડીઝલ જોઇએ તો પુરાવા રજૂ કરવા પડશે.

એક તરફ, રાજ્‍ય સરકારે દાવો કર્યો પરિસ્‍થિતીમાં માત્ર ૨૦-૨૫ લિટર જ ડીઝલ  છેકે, ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પુરતો જથ્‍થો છે. લોકોને અપીલ કરવામાં આવી છેકે, અફવાથી સાવધાન, ગભરાશો નહી. બીજી તરફ, રાજ્‍ય સરકારે નિયમ થડીને પેટ્રોલ-ડીઝલના વિતરણ પર કાપ મૂક્‍યો હોય તેમ લાગી રહ્યું છે.

આ બાજુ, લોકોને જાણે સરકાર પર વિશ્વાસ રહ્યો નથી. આજે પણ અમરેલી સહિત સૌરાષ્ટ્ર-કચ્‍છના કેટલાંય વિસ્‍તારોમાં લોકો પેટ્રોલ-ડીઝલ લેવા પેટ્રોલપંપો પર દોડયાં હતાં. ગ્રામ્‍ય વિસ્‍તારોમાં તો પેટ્રોલપંપો પર ડીઝલ નથી તેના પાટિયા લાગ્‍યાં છે. એટલુ જ નહીં, ખૂદ ટ્રક ચાલકોનું કહેવુ છેકે, હાલની સાંપ્રત આપવામાં આવે છે. જો ૨૦૦-૩૦૦ લિટર ડીઝલ આપવામાં આવે તો ટ્રક કાર્યરત રહી શકે તેમ છે. જો આ જ સ્‍થિતી રહી તો, ગુજરાતનો ટ્રાન્‍સપોર્ટ ઉદ્યોગ આર્થિક મંદીમાં હોમાઈ જવો તે નક્કી છે. ટુ વ્‍હિલરને રૂા. ૫૦-૧૦૦ જ્‍યારે કાર સહિત અન્‍ય વાહનોને ૧ હજારનું પેટ્રોલ-ડીઝલ આપવામાં આવી રહ્યું છે.

આવી કપરી પરિસ્‍થિતી હોવા છતાંય સરકારે ઓલ ઇઝ વેલના ગાણાં ગાઈ રહી છે. ખેડૂતો પણ ખેતીકામ, ટ્રેક્‍ટર માટે ડીઝલ મેળવવા આમથી તેમ ભટકી રહ્યાં છે ત્‍યારે આજે અન્ન પુરવઠા વિભાગે એવો ફતવો જાહેર કર્યો છેકે, જો કોઈ ખેડૂતને ડિઝલ જોઈએ તો તેણે પેટ્રોલપંપ પર ૭-૧૨, ૮(અ)ની નકલ, ચૂંટણીકાર્ડ, આધારકાર્ડ અને ટ્રેકટરની આરસી બુક પુરાવા તરીકે દેખાડવી પડશે.

આ ઉપરાંત પુરાવા રજૂ કર્યા પછી પણ વધુમાં વધુ ૨૦૦ લિટર સુધી ડીઝલ મળી શકશે. જે રીતે પેટ્રોલપંપો પર જથ્‍થો પહોંચી રહ્યો છે તે જોતાં ખેડૂતોને ૨૦૦ લિટર ડીઝલ મળે તેમ નથી. હવે સવાલ એછેકે, જો પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્‍થો છે તો સરકારે નવા નિયમો કેમ ઘડવા પડયાં છે. પેટ્રોલપંપો પર પણ રજીસ્‍ટ્રર રાખવા પણ સરકારે આદેશ કર્યો છે. આ જોતાં આગામી દિવસોમાં રેશનીંગ કાર્ડ સહિત અન્‍ય પુરાવા સાથે જ પેટ્રોલ-ડિઝલ મળશે તે નક્કી છે.

 

(9:56 AM IST)