<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

સુરત જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને સરકારી સહાય: 32,017 પરિવારોને ₹7.20 કરોડથી વધુ ચૂકવાયા

21,488 પરિવારોને કેશ ડોલ્સ પેટે 3.93 કરોડથી વધુ અને 10,533 પરિવારોને ઘરવખરી સહાય હેઠળ 3.26 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવાઈ

સુરત જિલ્લામાં પૂરગ્રસ્ત પરિવારોને આર્થિક રાહત પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સર્વે અને સહાય વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. અત્યાર સુધીમાં કુલ 32,017 પૂરગ્રસ્ત પરિવારોને 7.20 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવી દેવામાં આવી છે. જેમાં 13 જુલાઈના રોજ એક જ દિવસમાં 3,715 લાભાર્થીઓને 84 લાખ રૂપિયાથી વધુની સહાય અપાઈ હતી.

જિલ્લાના 6 તાલુકાઓમાં કેશ ડોલ્સ અને ઘરવખરી સહાયનું વિતરણ સમાંતર ચાલી રહ્યું છે. જેમાં 21,488 પરિવારોને કેશ ડોલ્સ પેટે 3.93 કરોડથી વધુ અને 10,533 પરિવારોને ઘરવખરી સહાય હેઠળ 3.26 કરોડ રૂપિયાથી વધુની રકમ ચૂકવાઈ છે. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ બાકી રહેલા લાભાર્થીઓનો સર્વે પૂર્ણ કરી ઝડપી અને પારદર્શક રીતે સહાય પહોંચાડવાની કામગીરી સતત કાર્યરત છે.

(12:08 PM IST)