તા. ૩૧ ઓકટોબર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ – ૯ શુક્રવાર
News of Tuesday, 17th November 2026
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગોપાષ્ટમી પર્વની પરંપરાગત અને ભક્તિભાવપૂર્વક ઉજવણી
રણછોડરાયજી મંદિરમાં ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરાયા બાદ ગૌમાતાને મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવી નગરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ગોપાષ્ટમી પર્વની પરંપરાગત અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેના પગલે સમગ્ર નગર ગોકુળિયું બની ગયું હતું. આ પાવન અવસરે શ્રી રણછોડરાયજી મંદિરમાં ગાયોનું શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ગૌમાતાને મંદિર ફરતે પ્રદક્ષિણા કરાવી નગરના મુખ્ય માર્ગો પર ફેરવવામાં આવી હતી. ભગવાન રણછોડરાયજી સાથે જોડાયેલી પ્રાચીન ગૌચરણ પરંપરાના સ્મરણ સાથે યોજાયેલી આ શોભાયાત્રામાં ગાયોના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિકો અને નગરજનો ઉમટી પડ્યા હતા.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
