તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th June 2026
રાજપીપળા હરસિદ્ધિ મંદિર સામેના પાર્કિંગમાંથી રૂ.૭૪.૫૦૦ ના સામાનની ચોરી
ફરિયાદીએ ટુ વ્હીલ પર મૂકેલ સામાન કોઈક અજાણ્યા ચોર ચોરી કરી જતા ફરિયાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: રાજપીપળાના હરસિદ્ધિ માતાના મંદિર સામેના પાર્કિંગમાં ટુ વ્હીલર પર મૂકેલા સામાનની કોઈ અજાણ્યો શખ્શ ચોરી કરી લઇ જતા ફરિયાદ થવા પામી છે.
ઘનશ્યામભાઇ નગીનભાઈ રાઠવા ( હાલ રહે.N-502 સ્વાગત રેસીડેંસી ઇચ્છાપુર હજીરા તા.ચોર્યાશી જી.સુરત મુળ રહે.ખાંડીયા અમાદર નિશાળ ફળીયું તા.પાવી જેતપુર જિ.છોટા ઉદેપુર) નાઓ એ આપેલ ફરિયાદ મુજબ કોઈ અજાણ્યા ચોર શખ્શે તેમના ટુ વ્હીલર પરથી ચાંદીના પાયલ જેની કિંમત ૭૭૦૦/- રૂપીયા તથા ચાંદી ના કમરબંધ જેની કિંમત ૧૩૫૦૦/-રૂપીયા તથા નાના છોકરા ના કડા જેની કિંમત ૧૮૦૦/-રૂપીય તથા સોનાની નથણી જેની કિંમત ૧૫૦૦/- રૂપીયા તથા એક ગૂગલ કંપનીનો ફોન જેની આશરે કિંમત ૫૦,૦૦૦/- રૂપીયા ની મળી બધા જ ઘરેણા અને મોબાઇલ ની કિં.રૂ. ૭૪,૫૦૦/- ની ગઈ તા.૨૧/૦૬/૨૦૨૬ દરમ્યાન કોઇ પણ સમયે કોઇ અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરતા રાજપીપળા પોલીસે ચોરી નો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
(11:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
