<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ગુજરાત માટે આનંદના સમાચાર: ભારતીય હવામાન વિભાગે 24 જૂન 2026ના રોજ રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના વિધીવત આગમનની કરી સત્તાવાર જાહેરાત

અરબી સમુદ્રના ભેજવાળા પવનો થયા સક્રિય, સુરત નજીકથી પસાર થઈ રહી છે ચોમાસાની ઉત્તરીય મર્યાદા, આગામી 2-3 દિવસમાં રાજ્યના બાકી વિસ્તારોને પણ વરસાદથી લાભ થવાની શક્યતા

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૪ : 

ગુજરાતના ખેડૂતો અને પ્રજા માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ IMD દ્વારા આજે 24 જૂન 2026ના રોજ જાહેર કરાયેલા તાજા અપડેટ મુજબ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું હવે ગુજરાતના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.

IMDના જણાવ્યા મુજબ ચોમાસું ઉત્તરપૂર્વ અરબી સમુદ્રના ભાગો, ગુજરાતના દક્ષિણ વિસ્તારો, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રના બાકીના ભાગો તેમજ છત્તીસગઢ અને ઝારખંડના કેટલાક વિસ્તારો સુધી આગળ વધી ગયું છે. હાલમાં ચોમાસાની ઉત્તરીય મર્યાદા સુરત નજીકથી પસાર થઈ રહી છે. આ ગુજરાત માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને આનંદદાયક બાબત છે.

અરબી સમુદ્રમાંથી આવતા ભેજયુક્ત પવનો વધુ સક્રિય બન્યા છે. જેના કારણે આગામી દિવસોમાં રાજ્યના છૂટા છવાયા વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ શરૂ થવાની સંભાવના છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 2 થી 3 દિવસ દરમિયાન ગુજરાતના બાકીના વિસ્તારોમાં પણ ચોમાસું વધુ આગળ વધવા માટેની પરિસ્થિતિઓ અનુકૂળ રહેશે.

ચોમાસાના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. વાવણીની કામગીરી પણ વેગ પકડશે તેવી આશા સેવાઈ રહી છે.

 

 

(3:55 PM IST)