<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

ગાંધીનગર ડિવિઝનમાં પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સના એજન્ટ બનવા માટે સોનેરી તક : ૧૧ ઓગસ્ટે યોજાશે વોક-ઈન-ઈન્ટરવ્યૂ

ધોરણ ૧૦ પાસ અને ૧૮ થી ૫૦ વર્ષની વયના ઉમેદવારો માટે ટપાલ વિભાગમાં રોજગારી મેળવવાની તક : સિક્યોરિટી ડિપોઝિટ તરીકે રૂ. ૫,૦૦૦ ના NSC/KVP જમા કરાવવાના રહેશે

ગાંધીનગર: ભારતીય ટપાલ વિભાગના સીનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ, ગાંધીનગર ડિવિઝન દ્વારા ટપાલ જીવન વીમા (PLI) અને ગ્રામીણ ટપાલ જીવન વીમા (RPLI) ના એજન્ટોની નિયુક્તિ માટે 'વોક-ઈન-ઈન્ટરવ્યૂ' નું ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

 

 ઈન્ટરવ્યૂનું સ્થળ અને સમય:

આ વોક-ઈન-ઈન્ટરવ્યૂ તારીખ ૧૧ ઓગસ્ટ ૨૦૨૬ (મંગળવાર) ના રોજ સવારે ૧૧:૦૦ થી બપોરે ૧:૦૦ કલાક દરમિયાન સીનિયર સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસની કચેરી, ગાંધીનગર ડિવિઝન, સેક્ટર-૧૧, ગાંધીનગર-૩૮૨૦૧૦ ખાતે યોજાશે.

 

 લાયકાત અને પાત્રતાના ધોરણો:

 શૈક્ષણિક લાયકાત: લઘુતમ ધોરણ ૧૦ મું પાસ.

 વયમર્યાદા: ૧૮ થી ૫૦ વર્ષ.

 પાત્રતા ધરાવતા વર્ગો: બેરોજગાર, સ્વરોજગાર ધરાવતા યુવાનો, આંગણવાડી કાર્યકરો, મહિલા મંડળ અને સ્વ-સહાય જૂથો (SHG / સખી મંડળ) ના કાર્યકરો, એક્સ-સર્વિસમેન, નિવૃત્ત શિક્ષકો, પંચાયત સંચાર સેવા કેન્દ્રના એજન્ટો તેમજ ઉપરોક્ત લાયકાત ધરાવતી કોઈપણ ઈચ્છુક વ્યક્તિ અરજી કરી શકે છે. રાજ્ય કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ NOC સાથે આ એજન્સી મેળવી શકે છે.

 પ્રાથમિકતા: માર્કેટિંગ પ્રોડક્ટ વેચવાનો અનુભવ, કોમ્પ્યુટરનું જ્ઞાન અને સ્થાનિક વિસ્તારની જાણકારી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.

 ખાસ શરત: કોઈપણ અન્ય લાઈફ ઈન્સ્યોરન્સ કંપનીમાં એજન્ટ તરીકે કાર્યરત વ્યક્તિને આ એજન્સી મળવાપાત્ર રહેશે નહીં.

 

 જરૂરી દસ્તાવેજો અને અન્ય નોંધ:

ઈન્ટરવ્યૂમાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોએ પોતાના બાયો-ડેટા સાથે ૨ પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ, ઉંમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, ઓળખ પુરાવા તરીકે આધાર કાર્ડની નકલ, અનુભવના દાખલા (જો હોય તો) તથા અન્ય આવશ્યક સર્ટિફિકેટ્સ ઓરિજિનલ અને ખરી નકલ (ઝેરોક્ષ) સાથે લાવવાના રહેશે.

જે ઉમેદવારોની પસંદગી એજન્ટ તરીકે થશે, તેમણે નિયમ મુજબ રૂ. ૫,૦૦૦ ના એન.એસ.સી. (NSC) અથવા કે.વી.પી. (KVP) સિક્યોરિટી ડિપોઝિટ તરીકે જમા કરાવવાના રહેશે.

(2:01 PM IST)