<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

અમદાવાદ એરપોર્ટ નજીક અપહરણ કરીને 75 લાખના સોનાની લૂંટ : સનસનાટી

વેપારી દુબાઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને કારમાં આવેલા શખ્સોએ પોલીસ છીએ ચેકિંગ કરવું પડશે તેમ કહી ફરિયાદીનું અપહરણ કરી તેને ગાંધીનગર તરફ લઈ જઈ સોનુ લૂંટી લીધું

અમદાવાદ એરપોર્ટ નજીક વહેલી સવારે  લૂંટની ઘટના બની હોવાની વાત સામે આવી છે. એરપોર્ટ તરફ અંદર જવાના રસ્તે શખ્સોએ ફરિયાદીને આંતરી લૂંટ ચલાવી હતી, દુબઈથી જે 75 લાખનું સોનું લાવવામાં આવ્યું હતુ તેની લૂંટ કરવામાં આવી છે.  

રોડ પર સોનાની લૂંટ ચલાવવામાં આવી છે. એરપોર્ટ તરફ અંદર જવાના રસ્તા પર સવારે 7 કલાકે બની હતી લૂંટની ઘટના બની હતી, ફરિયાદી ઉત્તરપ્રદેશના છે.

અને દુબઈથી આવ્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા તે સમયે સોનાના દાગીનાની લૂંટ ચલાવી ફરિયાદીને માર મારવામાં આવ્યો છે. એરપોર્ટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

 

ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના વેપારી દુબાઈથી અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને તેમની પાસે રહેલું સોનું લઈ બહાર નીકળ્યા ત્યારે કારમાં આવેલા શખ્સોએ પોલીસ છીએ ચેકિંગ કરવું પડશે તેમ કહી કાર ઉભી રખાવી હતી અને ફરિયાદીનું અપહરણ કરી તેને ગાંધીનગર તરફ લઈ જવામાં આવ્યો હતો.

 

અને પાસે રહેલું સોનું લૂંટી લેવામાં આવ્યું હતુ. ત્યારબાદ ગાંધીનગર એપોલો સર્કલ તરફ બ્રિજ પાસે લઈ જઈને બન્નેને ઉતારીને શખ્સો ફરાર થઈ ગયા હતા. એરપોર્ટ પોલીસ દ્વારા 600 ગ્રામ સોનાનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.

 

બંને શખસોએ તેઓને ગાડીમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ દરવાજા બંધ કરી દીધા હતા. પીછો કરતી મહિલા પણ એક ગાડીમાં બેસીને આવી ગઈ હતી. બંને શખસોને પૂછતાં તેમણે કહ્યું હતું કે, અમે પોલીસમાંથી છીએ જેના કારણે ગભરાઈ ગયા હતા અને ગાડી ગાંધીનગર એપોલો બ્રિજ તરફ લઈ ગયા હતા. રસ્તામાં બંનેને માર માર્યો હતો જે કંઈ પણ હોય એ આપી દેવા કહ્યું હતું અને પેન્ટના ખિસ્સામાં રહેલા 600 ગ્રામ સોનાની લૂંટ કરી દીધી હતી.

(1:28 PM IST)