તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Thursday, 26th November 2026
ગોધરા પોલીસનો બુલેટ ચાલકો પર સપાટો: મોડિફાઈડ સાયલેન્સરવાળા 16 બાઈક ડિટેઈન કરી સાયલેન્સર દૂર કર્યા
પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેર ખાતે સિટી ટ્રાફિક તેમજ એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા જાહેર માર્ગો પર મોટા અવાજથી બુલેટ ચલાવી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અને પ્રજાને હેરાન કરતા ચાલકો સામે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું છે. પોલીસે સ્પેશિયલ ટીમ બનાવીને તપાસ હાથ ધરી મોડિફાઈડ સાયલેન્સર લગાડેલા કુલ 16 બુલેટ મોટરસાયકલ ડિટેઈન કર્યા છે અને સ્થળ પર જ તમામ બુલેટના સાયલેન્સર પણ દૂર કરી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારે કડક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
