તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ઉંદર પકડવાની ગ્લુ ટ્રેપ પર ગુજરાતમાં સંપૂર્ણ પ્રતિબંધ
વ્યકિત, વેપારી, ડીલર કે સંસ્થા આ ટ્રેપનો ઉપયોગ, વેંચાણ, ઉત્પાદન કરશે તો કાયદેસર કાર્યવાહી : ગ્લુ ટ્રેપનો વ્યાપક ઉપયોગ થતો હતોઃ સરકારનું કડક પગલું

અમદાવાદઃ વર્ષોથી ઘર, ઓફિસ, ગોડાઉન, ઉદ્યોગો અને વ્યાવસાયિક સંસ્થાઓમાં ઉંદરોને પકડવા માટે ગ્લુ ટ્રેપનો વ્યાપક ઉપયોગ થતો રહ્યો છે. દેખાવમાં સામાન્ય લાગતા આ ચિપકતા ફંદા પ્રાણીઓ માટે અત્યંત પીડાદાયક સાબિત થતા હોવાનું માનવામાં આવે છે. ગ્લુ ટ્રેપમાં ફસાયેલા ઉંદર કે અન્ય નાના પ્રાણીઓ લાંબા સમય સુધી બહાર નીકળી શકતા નથી. મુક્ત થવાના પ્રયાસમાં તેઓ ખુદને ગંભીર ઇજાઓ પહોંચાડે છે અને ઘણી વખત ભૂખ, તરસ, થાક અથવા અન્ય કારણોસર મળત્યું પામે છે.
જેના ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે, ઉપરાંત રાજ્ય સરકારના ઠરાવમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, આવી પદ્ધતિ પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા સમાન છે અને તેને રોકવા માટે હવે કડક પગલાં લેવામાં આવશે. આ નિર્ણય પ્રાણી કલ્યાણ સંબંધિત સંસ્થાઓ અને પ્રાણી અધિકાર માટે કાર્યરત સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવતી માંગણીઓની પળષ્ઠભૂમિમાં લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. આ પ્રતિબંધ અમલમાં આવ્યા બાદ હવે કોઈપણ વ્યક્તિ, વેપારી, ડીલર અથવા સંસ્થા ગ્લુ ટ્રેપનું ઉત્પાદન, વેચાણ અથવા ઉપયોગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. રાજ્ય સરકારે જિલ્લા સ્તરે સંબંધિત તંત્રને અમલવારી સુનિヘતિ કરવા સૂચના આપી છે. ખાસ કરીને જિલ્લા એસપીસીએ અને સ્થાનિક પોલીસ તંત્રને નિયમોના ભંગ અંગે કાર્યવાહી કરવાની સત્તા આપવામાં આવી છે.
આ નિર્ણયનો સૌથી વધુ પ્રભાવ પેસ્ટ કન્ટ્રોલ, હાર્ડવેર, કળષિ સામગ્રી અને ઘરગથ્થુ ઉપયોગની વસ્તુઓ વેચતા વેપારીઓ પર પડી શકે છે. હવે આ તમામ વેપારીઓએ સ્ટોક દૂર કરવો પડશે અને વૈકલ્પિક પદ્ધતિઓ અપનાવવી પડશે.
(3:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
