<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 7th October 2026

ધર્મસિંધુ ગ્રંથમાં વર્ણવેલ શ્રાદ્ધનો મહિમા

ધર્મસિંધુએ હિન્‍દુ ધર્મશાષાો, આચારો, સંસ્‍કારો અને કર્મોના નિર્ણય માટેનો એક અત્‍યંત સત્તાવાર, પ્રમાણભૂત અને વિસ્‍તળત ગ્રંથ છે.પંડિત કાશીનાથ ઉપાધ્‍યાય દ્વારા રચિત આ ગ્રંથમાં હિન્‍દુ જીવનશૈલીના પ્રત્‍યેક પડાવ વિશે ઝીણવટભર્યું માર્ગદર્શન આપવામાં આવ્‍યું છે,તેમાં પિતળકર્મ અને શ્રાદ્ધ વિધિને માનવ જીવનનું એક અનિવાર્ય અને પવિત્ર કર્તવ્‍ય ગણાવવામાં આવ્‍યું છે.ધર્મસિંધુ ગ્રંથમાં શ્રાદ્ધ વિશે જે વિગતવાર માર્ગદર્શન અને નિયમો કહેવામાં આવ્‍યા છે તેનું વિસ્‍તળત વિવરણ જોઇએ..

શ્રાદ્ધની વ્‍યાખ્‍યા-અર્થ અને મૂળભૂત ભાવના.. ધર્મસિંધુ અનુસાર શ્રાદ્ધ શબ્‍દ ‘શ્રદ્ધા' પરથી ઉતરી આવ્‍યો છે.જે કર્મ યોગ્‍ય પાત્ર-બ્રાહ્મણ દ્વારા પિતળઓના ઉદ્દેશ્‍યથી શ્રદ્ધા-ભક્‍તિ અને આદરપૂર્વક કરવામાં આવે તેને ‘શ્રાદ્ધ' કહે છે. હિન્‍દુ ધર્મમાં મનુષ્‍ય જન્‍મ સાથે જ કેટલાય ઋણો જોડાયેલા હોય છે,જેમાં ‘પિતળઋણ' પણ એક મુખ્‍ય ઋણ છે.શ્રાદ્ધ કર્મ દ્વારા વ્‍યક્‍તિ પિતળઋણમાંથી મુક્‍ત થાય છે.પિતળઓ તળપ્ત થઈને પરિવારને આયુષ્‍ય,વિદ્યા,યશ,ધન,પુત્ર,પશુ અને મોક્ષ પ્રદાન કરે છે.

શ્રાદ્ધના મુખ્‍ય પ્રકારો.. ધર્મસિંધુમાં સમય અને પરિસ્‍થિતિ અનુસાર શ્રાદ્ધના વિવિધ પ્રકારો બતાવવામાં આવ્‍યા છે.

નિત્‍ય શ્રાદ્ધઃ જે દરરોજ શ્રદ્ધાપૂર્વક તર્પણ કે જળ અર્પણ કરીને કરવામાં આવે છે.

નૈમિત્તિક શ્રાદ્ધઃ કોઈ વિશેષ નિમિત્ત કે પ્રસંગ પર કરવામાં આવતું શ્રાદ્ધ.

કામ્‍ય શ્રાદ્ધઃકોઈ ચોક્કસ મનોકામના કે ફળની પ્રાપ્તિ માટે કરવામાં આવતું શ્રાદ્ધ.

પાર્વણ શ્રાદ્ધઃ પિતળપક્ષ,અમાવસ્‍યા કે સંક્રાંતિ જેવા પર્વકાળ પર કરવામાં આવતું શ્રાદ્ધ.

ગોષ્ઠી કે પુષ્ટિ શ્રાદ્ધઃ પરિવારની સમળદ્ધિ અને કલ્‍યાણ માટે.

અભ્‍યુદયિક-વળદ્ધિ શ્રાદ્ધઃ ઘરમાં લગ્ન,યજ્ઞોપવીત-જનોઈ કે અન્‍ય માંગલિક પ્રસંગો હોય ત્‍યારે કરવામાં આવતું ‘નાંદી શ્રાદ્ધ'.

પિતળપક્ષ-મહાલય શ્રાદ્ધ અને તિથિઓનું મહત્‍વ.. પિતળપક્ષનો સમયઃ આસો વદ એકમથી લઈને અમાવસ્‍યા સુધીના પખવાડિયાને પિતળપક્ષ કે મહાલય શ્રાદ્ધ કહેવામાં આવે છે.ધર્મસિંધુ અનુસાર આ સમયગાળામાં પિતળઓ પોતાના પરિવારજનોની નજીક સૂક્ષ્મ સ્‍વરૂપે આવે છે.

મળત્‍યુતિથિનું પ્રાધાન્‍યઃ જે તિથિએ જે પિતળનું અવસાન થયું હોય,પિતળપક્ષમાં તે જ તિથિએ તેમનું શ્રાદ્ધ કરવું સર્વોત્તમ માનવામાં આવે છે.

અજ્ઞાત તિથિ માટે વિધાનઃ જો કોઈ વ્‍યક્‍તિ પોતાના પૂર્વજની ચોક્કસ મળત્‍યુતિથિ ન જાણતી હોય તો આસો વદ અમાવસ્‍યાના દિવસે જેને ‘સર્વપિતળ અમાવસ્‍યા' કહે છે તે દિવસે તમામ પિતળઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે.

અસામાન્‍ય મળત્‍યુઃજે લોકોનું મળત્‍યુ અકસ્‍માતથી,શષાાઘાતથી કે ઝેરી પદાર્થથી અચાનક થયું હોય તેમના માટે ચતુર્દશીના દિવસે શ્રાદ્ધ કરવાનું વિધાન છે.

શ્રાદ્ધ માટે યોગ્‍ય સમય અને કાળ.. અપરાホ કાળઃ ધર્મસિંધુ સ્‍પષ્ટ કરે છે કે શ્રાદ્ધ હંમેશાં બપોરના સમયે એટલે કે ‘અપરાホ કાળ'માં જ કરવું જોઈએ.સૂર્ય જ્‍યારે ઢળતી સ્‍થિતિમાં હોય ત્‍યારે પિતળઓ માટેનો સમય ઉત્તમ ગણાય છે.સવારના કે રાત્રિના સમયે શ્રાદ્ધ કરવાનો નિષેધ છે.

પવિત્ર નદીના કાંઠે, તીર્થક્ષેત્રોમાં, મંદિરમાં કે પોતાના ઘરમાં પણ શુદ્ધ વાતાવરણમાં શ્રાદ્ધ કરી શકાય છે.

શ્રાદ્ધના અધિકારી કોન? કોણ શ્રાદ્ધ કરી શકે?

સંતાનોનો અધિકારઃ સામાન્‍ય રીતે પુત્ર-પૌત્ર કે -પૌત્ર શ્રાદ્ધ કરવાના મુખ્‍ય અધિકારી છે.

અન્‍ય સગાંઓઃ જો પુત્ર ન હોય તો પત્‍ની,ભાઈ,ભાઈના પુત્ર કે સગા સંબંધીઓ પણ શ્રાદ્ધ કરી શકે છે.ષાીઓ પણ શાષાોક્‍ત નિયમો અનુસાર પોતાના પિતળઓ માટે શ્રાદ્ધ કર્મમાં સહભાગી કે વિધિ કરી શકે છે. શ્રાદ્ધની મુખ્‍ય વિધિઓ અને સામગ્રી..ધર્મસિંધુમાં શ્રાદ્ધ વિધિના કેટલાક પાયાના અંગો દર્શાવવામાં આવ્‍યા છે..કુશ-દર્ભ અને તલઃ શ્રાદ્ધ વિધિમાં પવિત્ર કુશ ઘાસ અને કાળા તલનું વિશેષ મહત્‍વ છે.તલના ઉપયોગથી અસુર કે નકારાત્‍મક શક્‍તિઓ દૂર રહે છે અને પિતળઓ પ્રસન્ન થાય છે.

તર્પણઃ હાથમાં કુશ અને તલ રાખીને જળની અંજલિ દ્વારા પિતળઓનું નામ અને ગોત્ર બોલીને તર્પણ કરવામાં આવે છે.

પિંડદાનઃ ભાત,જવ,દૂધ,ઘી અને મધ વગેરે ભેગા કરીને પિંડ બનાવવામાં આવે છે અને પિતળઓના ચરણોમાં અર્પણ કરવામાં આવે છે.આ પિંડદાનથી પિતળઓની ક્ષુધા-તળષ્‍ણા શાંત થાય છે.

બ્રાહ્મણ અને જીવમાત્ર ભોજનઃ શ્રાદ્ધમાં વિદ્વાન બ્રાહ્મણને આદરપૂર્વક ભોજન કરાવવામાં આવે છે,આ ઉપરાંત ભોજનનો થોડો અંશ ગાય,કાગડા,કૂતરા અને કીડીઓ માટે અર્પણ કરવામાં આવે છે જેને પંચમહાયજ્ઞ કે બલિદાન કહે છે કારણ કે આ જીવો દ્વારા પિતળઓ સુધી અન્ન પહોંચે છે તેવી માન્‍યતા છે.

શ્રાદ્ધમાં વર્જિત બાબતો અને નિયમો..પવિત્રતા અને સંયમઃ શ્રાદ્ધ કરનાર કર્તાએ મન-વચન અને કર્મથી પવિત્ર રહેવું પડે છે,તે દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું,ક્રોધ ન કરવો અને સાત્‍વિક આચરણ રાખવું અનિવાર્ય છે.

અન્‍ય નિયમોઃ શ્રાદ્ધના દિવસે સગા-સંબંધીઓમાં કોઈનું મળત્‍યુ કે જન્‍મ જેવું સૂતક ન હોવું જોઈએ.જો ઘરમાં સૂતક હોય તો શ્રાદ્ધની વિધિ અન્‍ય કોઈ યોગ્‍ય બ્રાહ્મણ દ્વારા કરાવી શકાય છે.

ધર્મસિંધુ ગ્રંથ અનુસાર શ્રાદ્ધ એ માત્ર મળત્‍યુ પામેલા વ્‍યક્‍તિને યાદ કરવાનો વિષય નથી પરંતુ તે આપણી સનાતન સંસ્‍કળતિની પિતળઓ પ્રત્‍યેની અનહદ કળતજ્ઞતા-સંસ્‍કાર અને ઋણસ્‍વીકારની ભાવના છે.યોગ્‍ય વિધિ અને શ્રદ્ધાપૂર્વક કરેલું શ્રાદ્ધ પિતળઓને મોક્ષ અને શાંતિ અપાવે છે તેમજ પરિવારમાં સુખી અને સમળદ્ધ વાતાવરણનું નિર્માણ કરે છે

આલેખનઃ

વિનોદભાઇ માછી નિરંકારી

નવીવાડી તા.શહેરા જી.પંચમહાલ

મો.૯૭૨૬૧૬૬૦૭૫

(3:23 PM IST)