તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 26th June 2026
ગુજરાત ભાજપ સંગઠનમાં દિવ્યાંગ વ્યક્તિઓને વધુ નેતૃત્વ અને તક આપો :ગાંધીનગર ભાજપ નેતાએ ઉચ્ચ નેતૃત્વને પત્ર લખ્યો
. ગાંધીનગર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દ્વારા પક્ષના ટોચના નેતૃત્વને એક પત્ર લખીને ગુજરાત ભાજપ સંગઠનમાં દિવ્યાંગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની અપીલ કરવામાં આવી

અમદાવાદ :રાજકીય સંગઠનોમાં સર્વસમાવેશકતાના ભાગરૂપે, દિવ્યાંગ વ્યક્તિઓને વધુ મહત્વ અને તક આપવાની માંગ ઉઠી છે. ગાંધીનગર ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ દ્વારા પક્ષના ટોચના નેતૃત્વને એક પત્ર લખીને ગુજરાત ભાજપ સંગઠનમાં દિવ્યાંગોને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાની અપીલ કરવામાં આવી છે.
આ પત્ર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ગુજરાતના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ પ્રમુખને વિનંતી કરવામાં આવી છે કે પક્ષના દરેક સ્તરે દિવ્યાંગોની સક્રિય ભાગીદારીમાં વધારો કરવામાં આવે. રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે દિવ્યાંગો પાસે પણ અદમ્ય ઈચ્છાશક્તિ અને નેતૃત્વ કરવાની ક્ષમતા છે, તેથી જો તેમને રાજકીય જવાબદારીઓ સોંપવામાં આવે, તો તેઓ સંગઠનને વધુ મજબૂત બનાવી શકે છે.
દિવ્યાંગોને સામાજિક સ્તરની સાથે સાથે રાજકીય ક્ષેત્રે પણ નિર્ણય લેવાની પ્રક્રિયામાં સામેલ કરવાની માંગ લાંબા સમયથી ચાલી રહી છે. ભાજપના સંગઠનાત્મક માળખામાં જો દિવ્યાંગોને યોગ્ય પદ કે જવાબદારી આપવામાં આવે તો તે સમાજમાં એક સકારાત્મક સંદેશ જશે અને પક્ષની સર્વવ્યાપી છબી વધુ ઉજ્જવળ થશે. આ રજૂઆત બાદ હવે રાજકીય વર્તુળોમાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.
(12:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
