તા. ૧ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૧ સોમવાર
News of Tuesday, 30th June 2026
સેલંબા પાંચપીપરી પાટ માર્ગ પર દીપડાના હુમલામા યુવતી ગંભીર રીતે ઈજાગ્રસ્ત
ગ્રામજનોમાં ભયનો માહોલ વન વિભાગ પાસે કાર્યવાહી કરવાની માંગ, અગાઉ અનેકવાર દીપડાએ હુમલા કાર્યના બન્યા છે બનાવો

( ભરત શાહ દ્વારા )નર્મદા :નર્મદા જિલ્લાના સેલંબા પાંચપીપરી પાટ માર્ગ ઉપર ગઈકાલે મોડી રાત્રે દીપડાના હુમલામાં એક યુવતી ઇજાગ્રસ્ત થઇ હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે, તાલુકામાં વારંવારની આવી ઘટનાઓ બનતી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો તાલુકામાંથી સંભળાઈ રહ્યા છે.
પ્રાપ્ત અહેવાલ મુજબ તારીખ. 28/06/2026ના રોજ રાત્રે આશરે 9:45 વાગ્યે પાટથી પાંચપીપરી જતાં માર્ગ પર મહુડાનાં ઝાડ નજીક દીપડાએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે.
જેમાં દિવ્યાબેન પ્રકાશભાઈ જૈન પોતાના પિતા સાથે મોટરસાયકલ પર જઈ રહ્યા હતા. તે દરમિયાન અચાનક દીપડાએ હુમલો કરતાં દિવ્યાબેન ઈજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાના પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.
સ્થાનિક ગ્રામજનોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અગાઉ પણ દીપડાના હુમલાની અનેક ઘટનાઓ બની ચૂકી છે. વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં વન વિભાગ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા લોકોમાં ચિંતા વધી છે.
ગ્રામજનોએ વન વિભાગને તાત્કાલિક અસરકારક પગલાં લેવા, દીપડાને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ રાત્રિના સમયે પેટ્રોલિંગ અને જરૂરી સુરક્ષા વ્યવસ્થા વધારવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.અત્રે ઉલ્લેખનીય છેકે અગાઉ સાગબારા તાલુકામાં દીપડાએ હુમલા કર્યા ના અનેકો બનાવ બન્યા છે છતાં વન વિભાગના અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવતી ન હોવાના આક્ષેપો તાલુકાવાસીઓ દ્વારા કરવામાં આવી રહયા છે.
(10:34 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
