News of Monday, 25th May 2026
નરેન્દ્રભાઇ મોદીના ‘વોકલ ફોર લોકલ' પહેલ સાથે સંકલિત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરશે VGRC- મધ્ય ગુજરાત
અમદાવાદ સોદાગીરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી અને ખંભાતના અકીક સહિત મધ્ય ગુજરાતના GI ટેગ ઉત્પાદનોને આગામી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સમાં ઉજાગર થશે

ગાંધીનગર તા.૨૫: જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મઘ્ય ગુજરાત વિસ્તાર માટે વડોદરા ખાતે યોજાનારી આગામી વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC), વિસ્તારના ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપવાની સાથે, આ પ્રદેશના હસ્તકલા ક્ષેત્રને પણ પ્રદર્શિત કરશે.
આ રીજનલ કોન્ફરન્સમાં મધ્ય ગુજરાતના એવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને વિશેષ સ્થાન મળવાની શકયતા છે, જેઓને પહેલેથી જ ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે અથવા GI ટેગ માટે નોંધણીની પ્રક્રિયામાં છે. GI ટેગ એ અધિકળતતાનું એક સશક્ત પ્રમાણ છે, જે એવા ઉત્પાદનોને માન્યતા આપે છે, જેની વિશેષ પ્રતિષ્ઠા અને ગુણવત્તા તેના મૂળ સ્થાન સાથે જ જોડાયેલી હોય છે.
મધ્ય ગુજરાતનો સાંસ્કળતિક વારસો અનેક અનોખી હસ્તકલાઓથી સમળદ્ધ છે. તેમાં અમદાવાદ સોદાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિથોરા પેઇન્ટિંગ, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો સમાવેશ થાય છે.
સોદાગરી બ્લોક પ્રિન્ટ, કે જે અમદાવાદના જમાલપુર વિસ્તારના કારીગરો દ્વારા પ્રેક્ટિસ કરવામાં આવતી સદીઓ જૂની હાથથી છાપેલા કાપડની ટેક્રિક છે, તેને વર્ષ ૨૦૨૪માં GI ટેગ મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પેઢી દર પેઢી ચાલતી આવતી આ હસ્તકલા છીપા સમુદાય દ્વારા અપનાવવામાં આવે છે.
ખંભાત (આણંદ) માં તૈયાર કરવામાં આવતા સેમિ-પ્રેશિયસ એટલે કે અર્ધ-કિંમતી રત્નો, જેમને ખંભાતના અકીક (Agates of Cambay) કહે છે, જે પહેલા કેમ્બે (Cambay) તરીકે ઓળખાતા હતા, તેમને વર્ષ ૨૦૦૮માં GI ટેગ આપવામાં આવ્યો હતો. અકીકની આ કારીગરી હડપ્પા સંસ્કળતિના સમયની છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિકાસ ભારત@૨૦૪૭ ના વિઝનને અનુરૂપ, આ અત્યાધુનિક ઉત્પાદનોને વોકલ ફોર લોકલ પહેલ દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ પરંપરાગત હસ્તકલાઓને વૈશ્વિક બજાર સાથે જોડવાના પ્રયાસો વધુ મજબૂત બન્યા છે. મધ્ય ગુજરાત પ્રદેશના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને, વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગસાહસિકોને એક વૈશ્વિક મંચ પૂરો પાડશે, જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડી શકાશે.
અગાઉ આયોજિત થયેલી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સીસે પ્રાદેશિક અર્થતંત્રને વેગ આપવાની સાથે સ્થાનિક સંસ્કળતિ અને પરંપરાઓને વૈશ્વિક ઓળખ અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
