<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 27th May 2026

કામરેજના નવાગામની સીમમાં 'ગાયના શુદ્ધ ઘી'ના નામે કેમિકલથી બનાવેલું ઘી ધબડવાના મોટું નેટવર્ક ઝડપાયું

સુરત જિલ્લા LCB ટીમે લાખો રૂપિયાની મશીનરી, શંકાસ્પદ ઘી અને કાચો માલ મળી કુલ રૂ.3,71,560/- નો મુદ્દામાલ જપ્ત કર્યો

સુરત જિલ્લા LCB ટીમે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં આવેલા એક ગોડાઉન પર દરોડો પાડીને 'ગાયના શુદ્ધ ઘી' ના નામે પામ ઓઈલ અને વનસ્પતિ તેલનું ઝેર પીરસવાનું એક મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી લાખો રૂપિયાની મશીનરી, શંકાસ્પદ ઘી અને કાચો માલ મળી કુલ રૂ.3,71,560/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમ વીર સિંહ સુરત વિભાગ સુરત નાઓની રાહબરી હેઠળ પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા સુરત ગ્રામ્ય નાઓએ સુરત ગ્રામ્ય જીલ્લા વિસ્તારમા બનાવટી ચિજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણની ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢી નેસ્ત નાબુદ કરવા સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસને જરૂરી દીશા સુચન કરેલ
જે અનુસંધાને એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ સુરત જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી, જિલ્લા વિસ્તારમા આવેલ આવેલ ઔધ્યોગીક એકમોમા આવી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા ટેકનીકલ તથા અંગત હ્યુમન શોર્શીસ દ્વારા તપાસ હાથ ધરેલ
જે અનુસંધાનમા PSI એ.એન. ચૌહાણ, એલ.સી.બી સુરત ગ્રામ્ય નાઓ જિલ્લા એલ.સી.બી/પેરોલ ફર્લો સ્ક્વોડના પોલીસ અધિકારી/માણસોની ટીમ સાથે ટેકનીકલ તથા અંગત હ્યુમન ઈન્ટેલીજન્સ દ્વારા તપાસ કરી ગેરકાયદેસર પ્રવુતિ શોધી કાઢવા માટે પેટ્રોલીગમા ફરી વોચ તપાસમા હતા.

જે દરમ્યાન એલ.સી.બી શાખાના અ.હે.કો હેમંતભાઈ ઈશ્વરભાઈ તથા અ.પો.કો રમેશભાઈ માયાભાઈ નાઓને સયુક્ત રીતે ખાનગી બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે,“ મોજે કામરેજ તાલુકાના નવાગામની સીમમાં નવાગામ ઉદ્યોગનગર પ્લોટ નંબર-૧૫, આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટસના ગોડાઉનમાં શંકાસ્પદ ઘીની બનાવટનો જથ્થો તૈયાર કરી પેકીંગ કરવાનુ નેટવર્ક ચાલે છે.” જે બાતમી હકિકતના આધારે એ.એન. ચૌહાણ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર નાઓ સુરત જિલ્લા એલ.સી.બી ટીમના માણસો સાથે હકિકતવાળી જગ્યા મોજે નવાગામ ઉદ્યોગનગર પ્લોટ નંબર-૧૫, આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટસના ગોડાઉન મા તપાસ કરતા સદર એકમમા માલીક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદી (ઉં.વ-૪૦)(રહે.ડી 35 દિવ્યજ્યોત એપાર્ટ મેટ અલકાપુરી સોસાયટી સુમુલ ડેરી રોડ કતારગામ સુરત) નાઓ મોટી માત્રામા પામ ઓઈલ તથા વનસ્પતિ તેલનો જથ્થો મિશ્રણ કરી શંકાસ્પદ ઘી નો જથ્થો તૈયાર કરી “ગાયનુ શુધ્ધ ઘી” તરીકે અલગ અલગ સાઈઝમા પેકીંગની કાર્યવાહી કરતા હોય જેથી તમામ મુદ્દામાલ જે તે સ્થીતીમા ઝડપી પાડી, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, સુરતના અધિકારી ને સ્થળ ઉપર બોલાવી જરૂરી સેમ્પલો મેળવી ચકાસણી કરાવા માટે મોકલવામા આવેલ છે.
ઝડપાયેલ એકમમા માલીક કિરણભાઈ ઈશ્વરભાઈ મોદીની પુછપરછ દરમ્યાન આરાધ્યા માર્કેટીંગ એન્ડ ડેરી પ્રોડક્ટસ ના નામથી ફુડ એન્ડ ડગ્સ વિભાગ માથી ઘી બનાવા માટેનુ લાયસંસ મેળવી જેના ઓથા હેઠળ ડેરી પ્રોડક્ટની જગ્યાએ પામ ઓઈલ તથા વનસ્પતિ ઘી નો જથ્થો ભેગો કરી પ્રોસેસ કરી જેને ગાયનુ શુધ્ધ ઘી તરીકે પેકીંગ કરી વેચાણ કરતા હોવાનુ જણાવતા ઝડપાયેલ શંકાસ્પદ ઘીના જથ્થા બાબતે હાલમા જાણવા જોગ રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અ.નં. મુદામાલનીવિગત સંખ્યા કુલ્લેકિ.રૂ.
૧૫ કિ.ગ્રા વાળા DHRUV REFINED OIL, વનસ્પતી તેલ ૨૫ ७४,२५०/-
૧૫ કિ.ગ્રા વાળા CHANCELLOR REFINED PALM OIL વનસ્પતી તેલ ૦૭ ,२०,७७०/-
સુપર એલ.પી.જી ગેસ સિલીન્ડર ૧૯ કિ.ગ્રા ০৭ २०००/-
ગેસનો સગડો ০৭ २५००/-
સ્ટોરેજ ટાંકા -૦૨, ૩૦૦ કિ.ગ્રા ની કેપીસીટી વાળા०२ ,१०,०००/-
સ્ટોરેજ ટાંકો-૦૧ ૧૫૦ કિ.ગ્રા ની કેપીસીટી વાળો ০৭,२५००/-
બ્લેન્ડીંગ ટાંકી-૦૨,૨૦૦કિ.ગ્રા કેપીસીટીવાળા ઈલેક્ટ્રીક મોટર સાથેનો ०२,१०,०००/-
પાંચ એલ.પી.જી ૧૯ કિ.ગ્રા વાળા ખાલા બાટલાઓ
ઘી બાળવાનું કેટલ મશીન ५०००/-
૧૫ કિ.ગ્રા ના પામોલીન તેલના પતરાના ડબ્બાઓ છે १०,०००/-
3 પતરાના ડબ્બાઓમાં ભરેલ શંકાસ્પદ ઘી3 ,३६,४००/-
૧ પતરાના ડબ્બામાં ભરેલ ૧૦ કિ.ગ્રા શંકાસ્પદ ઘી, ৭০ ,3400/-
૧૫,૭૫૦/-
કીમ રાખવાનું ફ્રીજ નંગ-૧ બે ઢાંકણવાળું १५,०००/-

ઈલેક્ટ્રીક વજનકાંટા નંગ-૩ ७५००/-
મેગ્નેટીક ઈન્ડક્શન સીલર મશીન-૧ ,१०,०००/-
ખાલી ડબ્બા પેક કરવાનું ટીન પેકીંગ મશીન -૧ (૧ લિટરવાળું)५०००/-

પાઉચ પેકીંગ મશીન५०००/-
પ્લાસ્ટીકના બોટલાના ખાલી ઢાંકણાઓ નંગ આશરે ૧૭૦૦ નંગ१७००३४००/-

લેબલ પ્રીન્ટીંગ મશીનખાલી પ્લાસ્ટીક જાર આશરે ૨૦૦૦ નંગ४०,०००/-१०,०००/-
પેકીંગ કરવાના ખાલી પુંઠા નંગ ૬૦૦ 3000/-
ઓવન મશીન-૧ १०,०००/-
કુલ્લે કિ.રૂ. ૩,૦૧,૫૯૦/- નો મુદામાલ

ઉપરોકત  કામગીરી નીચે મુજબના અધિકારી તથા સ્ટાફના
પોલીસ માણસોએ સંયુક્ત રીતે ટીમવર્ક દ્વારા કરેલ છે
 એન.જી.પાંચાણી, પોલીસ ઈન્સ્પેક્ટર, એલ.સી.બી શાખા,સુરત ગ્રામ્ય
 એ.એન.ચૌહાણ. પોલીસ સબ ઈન્સ્પેક્ટર,એલ.સી.બી,સુરત ગ્રામ્ય
અ.હે.કો હેમંતભાઈ ઈશ્વરભાઈ
આ.હે.કો રાજેશભાઈ બળદેવભાઈ
અ.હે.કો તુષારભાઈ દતાત્રેય
અ.પો.કો રમેશભાઈ માયાભાઈ

(6:49 PM IST)