તા. ૨૧ ઓગષ્ટ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ સુદ – ૯ શુક્રવાર
News of Monday, 27th July 2026
સહકારી ક્ષેત્રે નવો ઇતિહાસ રચતા ઘનશ્યામભાઈ અમીન
એપેક્સ સહકારી સંસ્થા NCUIમાં સતત નવમી ટર્મ માટે બિનહરીફ ચૂંટાયા

આદાવાદઃ ગુજરાત રાજ્ય સહકારી સંઘના અધ્યક્ષશ્રી ઘનશ્યામભાઈ અમીને રાષ્ટ્રની સહકારી ચળવળમાં એક મહત્વનું શિખર પ્રાપ્ત કરી રાષ્ટ્રિય કક્ષાએ ગુજરાતનું ગૌરવ વધાર્યું છે શ્રી ઘનશ્યામભાઈ અમીન ૧૯૯૪થી એટલે કે, ૩૩ વર્ષથી ૮ લાખ સહકારી સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરતી રાષ્ટ્રની એપેક્ષ સહકારી સંસ્થા NCUI, ન્યૂ દિલ્હી સાથે જોડાઈને દૃઢ નિષ્ઠા, પારદર્શિતા અને દૂરંદેશી નેતળત્વ દ્વારા દેશના સહકારી પ્રવળત્તિને નવી દિશા અને નવી ઊર્જા પ્રદાન કરી રહ્યા છે.
શ્રી અમીન અગાઉ NCUIમાં ૧૯૯૯ અને ૨૦૦૭માં પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યાં હતા. આ દરમિયાન દેશના ખેડૂતોના હિત માટે જાપાન ટોકીયો ખાતે એશિયના ખેડૂતોનું સંગઠન એશિયન ફાર્મર્સ ગ્રૂપ (AGF)ની રચના કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. ઉપરાંત સહકારી ક્ષેત્રે અને એગ્રીકલ્ચર ક્ષેત્રે અદ્યતન કળષિ અને ટેકનોલોજીના આદાન પ્રદાન માટે તેમ જ દેશના ખેડૂતોને આધુનિક ખેતીનું પૂરતું જ્ઞાન, અભ્યાસ અને અદ્યતન ટેક્રોલોજીની જાણકારી મળી રહે તે માટે ઇઝરાઈલ દેશ સાથે MOU કરવામાં શ્રી અમીનનું મહત્વનું યોગદાન રહેલું છે. તે જ રીતે ૧૯૯૪ અને ૨૦૧૫માં વાઇસ -ેસિડેન્ટ પદે ચૂંટાઈ આવી સફળતાપૂર્વક કામગીરી સંભાળી હતી. શ્રી ઘનશ્યામભાઈ અમીનના અનુભવી અને દુરંદેશી નેતળત્વ હેઠળ દેશના સહકારી આંદોલનને નવી દિશા આપી રાષ્ટ્રિય સહકારી ક્ષેત્રના સર્વાંગી વિકાસ, સહકારી શિક્ષણ, તાલીમ, નીતિ ઘડતર અને સંસ્થાકીય સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે.
(2:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
