<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th September 2026

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રીક વરસાદ :પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડમાં મેઘમહેર

પાલનપુરમાં 2 ઇંચ વરસાદથી જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો: જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલ બહાર પાણી ભરાયા

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી સાર્વત્રિક વરસાદ વરસ્યો છે  પાલનપુર, ડીસા, દાંતા, અમીરગઢ, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડમાં વરસાદ વરસ્યો છે,ડીસામાં સવા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો  ડીસાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે  જલારામ મંદિર સર્કલ પાસે કિડ્સ સ્કૂલ બહાર પાણી ભરાયા છે  શાળાની બહાર પાણી ભરાતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.પાણીનો નિકાલ કરવા સ્થાનિકો અને શાળા સંચાલકોએ માંગણી ઉઠાવી છે. બીજતરફ પાલનપુરમાં 2 ઇંચ વરસાદથી જૂના બસ સ્ટેન્ડમાં પાણી ભરાયા હતા  જૂના બસ સ્ટેન્ડના જાહેર રસ્તા પર વરસાદી પાણી ભરાયા હતા  બસ સ્ટેન્ડના રસ્તાઓ પર પાણી ભરાતા મુસાફરો પરેશાન થયા હતા,પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી મુસાફરો હાલાકી મુકાયા હતા 

(1:27 PM IST)