<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ :વધઈ ,સાપુતારા અને આહવા સહિતના વિસ્તારોમાં એકધારો વરસાદી માહોલ

સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું: ખેતી માટે અનુકૂળ વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર

ડાંગ જિલ્લામાં સતત ત્રીજા દિવસે મેઘમહેર યથાવત રહેતા સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. વઘઈ, સાપુતારા અને આહવા સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસતા સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છવાઈ ગયો છે. સતત વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે, જોકે ખેતી માટે અનુકૂળ વરસાદ મળતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતો હવે વાવણીની કામગીરીને વધુ વેગ આપવાની તૈયારીમાં છે.

(11:50 AM IST)