તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Wednesday, 16th September 2026
અંબાજીમાં ભાદરવી પૂનમને લઈને દાંતા, ડીસા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના રૂટ પર વિશેષ એસટી બસો દોડાવાશે
20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6,000 એક્સ્ટ્રા બસો મારફતે અંદાજે 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન:15 લાખ શ્રદ્ધાળુઓને પરિવહન સુવિધાનો લાભ મળશે

અંબાજી ભાદરવી પૂનમ મહામેળા 2026 માટે ST તંત્રની વિશેષ તૈયારીઓ શરૂ કરી દીધી છે. 20થી 26 સપ્ટેમ્બર દરમિયાન 6,000 એક્સ્ટ્રા બસો દોડાવાશે. 6 હજાર બસો મારફતે અંદાજે 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપનું આયોજન કરાયું છે. આશરે 15 લાખ શ્રદ્ધાળુઓને પરિવહન સુવિધાનો લાભ મળશે. પાલનપુર, હિંમતનગર, મહેસાણા અને અમદાવાદ વિભાગના 4 હજાર કર્મચારીઓ 24×7 ફરજ પર રહેશે. અંબાજીથી ગબ્બર, આબુ રોડ સહિત દાંતા, ડીસા, પાલનપુર, મહેસાણા, હિંમતનગર અને અમદાવાદના રૂટ પર વિશેષ બસ સેવા રહેશે.
(6:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
