તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
અમદાવાદ એરપોર્ટથી હવે જેમ્સ-જવેલરી ‘પર્સનલ કેરેજ' સુવિધા
અમદાવાદ કસ્ટમ્સની નવી SOPથી નિકાસને ગતિ મળશે

અમદાવાદ,તા.૩૧: ગુજરાતના રત્ન અને ઝવેરાત ઉદ્યોગ માટે વેપારને વધુ સરળ બનાવતા મહત્ત્વપૂર્ણ નિર્ણય હેઠળ અમદાવાદ કસ્ટમ્સે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પર્સનલ કેરેજ (વ્યક્તિગત પરિવહન) દ્વારા રત્નો અને ઝવેરાતની આયાત-નિકાસ માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિગ પ્રોસિજર (SOP) અમલમાં મૂકી છે. આ નિણર્યથી મુંબઈ અને દિલ્હીની જેમ અમદાવાદ એરપોર્ટથી પણ જેમ્સ એન્ડ જવેલરી પર્સનલ કેરેજ (હેન્ડ કેરેજ) કરી શકાશે. નવી વ્યવસ્થાથી નિકાસ પ્રક્રિયામાં પારદર્શિતા, ઝડપી ક્લિયરન્સ અને નિયમોની એકરૂપતા આવશે. વેપારીઓને દસ્તાવેજી પ્રક્રિયામાં સ્પષ્ટ માર્ગદર્શન મળતાં ક્રોસ બોર્ડર શિપમેન્ટ વધુ કાર્યક્ષમ બનશે. વિશ્વના સૌથી મોટા હીરા કટિગ-પોલિશિગ કેન્દ્ર એવા સુરતને આ નિર્ણયથી સૌથી વધુ ફાયદો થશે. સુરતમાંથી મોટી સંખ્યામાં કિમતી રત્નો અને ઝવેરાતનો વેપાર થાય છે.
આ નિર્ણયથી ગુજરાતના રત્ન-ઝવેરાત નિકાસમાં વધારો થવાની સાથે રાજ્યની વૈશ્વિક સ્પર્ધાત્મકતા પણ વધુ મજબૂત બનવાની અપેક્ષા ઉદ્યોગકારો દ્વારા વ્યકત કરવામાં આવી રહી છે. ૨૭ જુલાઈથી અમલમાં આવેલી આ પ્રક્રિયા અંતર્ગત નિકાસકારોએ પ્રસ્થાનના ઓછામાં ઓછા ૨૪ કલાક અગાઉ ICEGATE પર શિપિગ બિલ દાખલ કરવાનું રહેશે. જ્યારે આયાતકારોએ મુસાફરના આગમન પહેલાં બિલ ઓફ એન્ટ્રીમાં પર્સનલ કેરેજનો સ્પષ્ટ
ઉલ્લેખ કરવો પડશે. લ્બ્ભ્માં દસ્તાવેજોની ચકાસણી, માલની તપાસ, કસ્ટમ્સ સીલિગ, કામચલાઉ અટકાયત અને સંબંધિત પક્ષોની જવાબદારીઓનો પણ ઉલ્લેખ કરાય છે. જરૂરી દસ્તાવેજો બપોર પહેલાં રજૂ થાય તો તે જ દિવસે ક્લિયરન્સ આપવા કસ્ટમ્સ પ્રયાસ કરશે, જેના કારણે માલની હિલચાલમાં વિલંબ ઘટશે.
ઝડપી નિકાસની સુવિધા મળતા વેપારીઓનો સમય બચશે અને લોજિસ્ટિક્સ ખર્ચ ઘટશે
જીજેઈપીસીએ ઉદ્યોગ અને કસ્ટમ્સ વચ્ચે સંકલન સાધી કાર્યકારી માળખું ઊભું કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સુવિધા ઉત્પાદકો, વેપારી નિકાસકારો, FOU, SEZ, નામાંકિત એજન્સીઓ સહિત FTP અને HBP હેઠળ મંજૂર સંસ્થાઓને ઉપલબ્ધ રહેશે. સુરતના હીરા અને જવેલરી ઉદ્યોગ માટે પણ આ નિર્ણય લાભદાયી સાબિત થશે. અમદાવાદ એરપોર્ટ પરથી વ્યક્તિગત પરિવહન મારફતે નિયમબદ્ધ અને ઝડપી નિકાસની સુવિધા મળતાં વેપારીઓનો સમય અને લોજાિસ્ટિક્સ ખર્ચ ઘટશે. ચેન્નઈ, બેંગ્લોર, મુંબઈ અને દિલ્હી એરપોર્ટ પર આ સુવિધા મળી રહે છે. પરંતુ ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર પણ પર્સનલ કેરેજની SOP જાહેર થતાં અહીંના ઉદ્યોગકારો દ્વારા આંતરરાષ્ટ્રીય ખરીદદારો સુધી ઝડપી ડિલિવરી શક્ય બનશે અને રાજ્યના જવેલરી નિકાસને નવી ગતિ મળશે.
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
